ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના વખાણ ઘણા ખેલાડી કરી ચુક્યા છે. ભારતે રોહિતની કેપ્ટન્સીમાં ટી20 વિશ્વ કપ 2024ની ટ્રોફી જીતી. સાથે જ વનડે વિશ્વ કપ 2023ના ફાઈનલ સુધી પણ પહોંચ્યા. રોહિતનો સાથી ખેલાડીઓ સાથે ખૂબ સારો સંબંધ રહ્યો છે.
હાલમાં જ પૂર્વ ભારતીય ક્રિકેટર પીયુષ ચાવલાએ રોહિતને લઈને એક મહત્વનો ખુલાસો કર્યો છે.
ચાલવાએ જણાવ્યું કે રોહિત કયા પ્રકારની ટીમ માટે વિચારે છે. રોહિતે તેમને એક વખત મોડી રાત્રે મેસેજ કર્યો હતો.
અડધી રાત્રે મેસેજ કરી બોલાવ્યો
પીયુષ ચાવલાએ રોહિતને લઈને કહ્યું કે તે કેપ્ટન નહીં પરંતુ લીડર છે. ચાવલાએ હાલમાં જ શુભાંકર મિશ્રાના યુટ્યુબ ચેનલ પર કહ્યું, “તેમણે મને એક વખત રાત્રે લગભગ બે-અઢી વાગે મેસેજ કર્યો. કંઈક વાત કરવાની છે આવી જાઓ. તેમણે મને પેપર પર પિચ બનાવીને ફિલ્ડિંગ સેટ કરવાને લઈને વાત કરી. વોર્નર માટે કે કોઈ બીજા માટે, એ યાદ નથી. તમે વિચારો રાત્રે પણ તેનું મગર અહીં ચાલી રહ્યું છે કે જો પીયુષ ચાવલા બોલિંગ કરશે તો તેનું બેસ્ટ કેવી રીતે બહાર કાઢવામાં આવે. આ ખૂબ જ સારી વાત છે.”
કેપ્ટન નહીં લીડર છે રોહિત
ચાલવાએ કહ્યું, “એક કેપ્ટન હોય છે અને એક લીડર હોય છે. કોહિત શર્મા કેપ્ટન નહીં લીડર છે. તે જે પ્રકારે બેટિંગ કરે છે કે આવનાર લોકો માટે સરળ થઈ જાય. તે પહેલાથી બધુ સેટ કરી દે છે. મેં તેના સાથે ઘણી મેચ રમી છે. અમે ફક્ત ગ્રાઉન્ડ પર નથી મળતા. પરંતુ ઓફ ધ ફિલ્ડ બેસી ગયા કે ટીમ રૂમમાં ચર્ચા ચાલી રહી હોય.”