માહીના ફેન્સની આતુરનો અંત! MS મહેન્દ્રસિંહ ધોની IPL 2025માં રમશે કે નહીં? જાણો

આજે ભારત જ નહીં પરંતું સમગ્ર વિશ્વમાં આઈપીએલની ધૂમ છે. તેમાં પણ ખાસ કરીને મહેન્દ્રસિંહ ધોનીને લઈને અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. તમને ખ્યાલ જ હશે કે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન એમએસ ધોની 2008 થી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. જોકે આ સમયગાળા દરમિયાન CSK પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ધોનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગને લોકપ્રિય બનાવવામાં પણ મોટો ફાળો આપ્યો છે.

તેણે IPL 2024માં CSK ની કેપ્ટનશીપ છોડી દીધી ત્યારથી IPL 2025 માં તેના રમવા પર પ્રશ્નાર્થ ચિન્હો છે. થોડા સમય પહેલા એક અહેવાલમાં ખુલાસો થયો હતો કે ધોનીના ભવિષ્ય અંગે નિર્ણય ત્યારે લેવામાં આવશે જ્યારે BCCI IPL 2025 માટે રિટેન્શન પોલિસી જાહેર કરશે.

ફ્રેન્ચાઇઝીને ફક્ત 2 ખેલાડીઓને જ રિટેન કરવાની મંજૂરી

હાલમાં મળતી માહિતી અનુસાર જો BCCI દરેક ફ્રેન્ચાઇઝીને ફક્ત 2 ખેલાડીઓને જ રિટેન કરવાની મંજૂરી આપે તો પણ ધોની IPLની 18મી સિઝનમાં રમશે. પરંતુ ચેન્નાઈ મેનેજમેન્ટ કેવો નિર્ણય લેશે તે ધોની પર નિર્ભર છે. થોડા અઠવાડિયા પહેલા જ BCCIના અધિકારીઓએ IPL ટીમના માલિકો સાથે બેઠક કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તે બેઠકમાં CSK દ્વારા જૂના નિયમને પાછો લાવવાની માંગ કરવામાં આવી હતી.

નિયમોને લઈને સવાલ ઉભા થયા

આ નિયમ હેઠળ કોઈપણ ખેલાડી કે જેણે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોય તેને હરાજીમાં અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવશે. પરંતુ કેટલાક ટીમ માલિકોએ આ નિયમ સામે વાંધો ઉઠાવ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓએ કહ્યું હતું કે તે તેમના વતી નથી પરંતુ બીસીસીઆઈએ જ આ નિયમને પાછો લાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

રીટેન્શન પોલિસી ક્યારે જાહેર કરવામાં આવશે?

રિટેન્શન પોલિસીની જાહેરાત ઓગસ્ટના અંતમાં થવાની હતી, પરંતુ ત્યાં સુધી બીસીસીઆઈએ નિયમો જાહેર કર્યા ન હતા. આ કારણોસર જ્યારે ટીમના માલિકોએ આ સંબંધમાં બીસીસીઆઈનો સંપર્ક કર્યો, તો રિપોર્ટ અનુસાર તેમને કહેવામાં આવ્યું કે હવે સપ્ટેમ્બરના અંતમાં રિટેન્શન અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવશે.