ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર છે. ઈજાના કારણે તે ક્રિકેટથી દૂર છે. શમી પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છે. આ ફાસ્ટ બોલર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે સતત અપડેટ્સ શેર કરતો રહે છે. તેની પર્સનલ લાઈફની વાત કરીએ તો તે તેની પત્ની હસીન જહાંથી અલગ રહે છે.
હસીન જહાં અને શમી થઈ ગયા છે અલગ
હસીન જહાંએ મોહમ્મદ શમી પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં મારપીટ, ઘરેલુ હિંસા અને અન્ય મહિલાઓ સાથેના સંબંધો સામેલ છે. આ પછી બંને અલગ થઈ ગયા, જ્યારે હસીન જહાં તેની પુત્રીને પણ પોતાની સાથે લઈ ગઈ. હસીન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને અવારનવાર કંઈક ને કંઈક શેર કરતી રહે છે. પરંતુ મોહમ્મદ શમી અને હસીન જહાંની ફેન ફોલોઈંગમાં ઘણો તફાવત છે. શમીના લાખો ફોલોઅર્સ છે. શનિવારે હસીન જહાંએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો, જેના પર યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.