જે ખેલાડીઓને લાંબા સમયથી ભારતીય ટીમમાં તક નથી મળતી, તેઓ નિવૃત્તિની જાહેરાત કરે છે. જો કે કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ વાપસી માટે લાંબા સમય સુધી રાહ જોતા હોય છે પરંતુ તેમને તક મળતી નથી. નવા ખેલાડીઓના આગમનને કારણે તેમનું ટીમમાંથી પત્તુ કપાઈ જાય છે. તાજેતરમાં જ શિખર ધવન સાથે આવું બન્યું હતું અને તેથી જ તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી.
હવે અન્ય એક મોટા ભારતીય ખેલાડી વિશે સમાચાર આવી રહ્યા છે કે તે પણ ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
ભુવનેશ્વર કુમાર નિવૃતિની કરશે જાહેરાત
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની જે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેણે ભારત માટે તેની છેલ્લી મેચ નવેમ્બર 2022માં રમી હતી. મતલબ કે લગભગ બે વર્ષ થવા જઈ રહ્યા છે અને ભુવનેશ્વર કુમારને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી નથી. આ સૂચવે છે કે હવે તેની વાપસી મુશ્કેલ છે અને તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. હવે તેમના બદલે નવા બોલરો પર ભરોસો મુકવામાં આવી રહ્યો છે.
એક વાયરલ પોસ્ટમાં કરાયો દાવો
આવી સ્થિતિમાં, એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભુવનેશ્વર કુમાર ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. આ પોસ્ટ અનુસાર ભુવનેશ્વર કુમાર પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. જો કે આ પોસ્ટ કેટલી ભરોસાપાત્ર છે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી.
ભુવનેશ્વર કુમારની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
વર્ષ 2012માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ભુવનેશ્વર કુમારે અત્યાર સુધી ભારતીય ટીમ માટે 21 ટેસ્ટ, 163 ODI અને 87 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટમાં તેણે 26.09ની એવરેજથી 63 વિકેટ લીધી છે જ્યારે વનડેમાં તેના નામે 35.11ની એવરેજથી 141 વિકેટ છે. T20 ફોર્મેટમાં સ્વિંગ કિંગે 6.96ના ઇકોનોમી રેટથી 90 વિકેટ લીધી છે. ભુવનેશ્વર કુમાર IPLમાં સતત રમતા જોવા મળે છે.