IND vs BAN: ભારતીય ટીમ હાલમાં જ શ્રીલંકાના પ્રવાસે ગઈ હતી. જ્યાં ટીમે 3 T20 અને 3 ODI મેચ રમી હતી. ટીમ ઈન્ડિયા શ્રીલંકાને T20 શ્રેણીમાં 3-0થી હરાવવામાં સફળ રહી હતી. જ્યારે લંકાએ વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતને 2-0થી હરાવવામાં સફળ રહી હતી.
જો કે હવે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સાથે ઘરઆંગણે ટેસ્ટ અને ટી-20 સિરીઝ રમવાની છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બાંગ્લાદેશ સાથે રમાનારી શ્રેણી માટેના કાર્યક્રમોની જાહેરાત કરી છે. તો ચાલો જાણીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્યારે અને ક્યાં મેચ રમાશે અને તમે બધી મેચો ક્યાં જોઈ શકશો.
પ્રથમ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. ટેસ્ટ શ્રેણી 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે અને પ્રથમ મેચ ચેન્નાઈના મેદાન પર રમાશે. જ્યારે બીજી મેચ 27 સપ્ટેમ્બરથી રમાવાની છે. તમને જણાવી દઈએ કે આ પછી 3 મેચની T20 સિરીઝ રમાશે. જે 6 ઓક્ટોબરથી શરૂ થવાની છે.
તમામ દર્શકો જિયો સિનેમા પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ અને T20 સિરીઝ લાઇવ જોઈ શકે છે. આ સિવાય તમામ દર્શકો તેને સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર પણ જોઈ શકે છે. જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી મેચ ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર ફ્રીમાં જોઈ શકાશે.
પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈ
બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુર