ગૌડાલાજારા, મેક્સિકો પ્લેસ ટકિલા અને મારિયાચી મ્યુઝિક માટે જાણીતું છે પરંતુ વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટ માટે આવતી મહિલા ખેલાડીઓને તેમની મેચો પહેલાં વિશેષ સુવિધા આપવામાં આવે છે.
સેન્ટ્રો પાનામેરિકાનો ડી ટેનિસ ઝાપોપાન સબર્બમાં આવેલું છે અને આ વિસ્તારમાં સતત ટ્રાફિક જામ રહેતો હોય છે. ખેલાડીઓને ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ મુશ્કેલીઓ ના નડે તે માટે આયોજકો તરફથી હેલિકોપ્ટરની સર્વિસ આપવામાં આવે છે.
જોકે પ્લેયર્સને કાર સર્વિસ પણ ઓફર કરવામાં આવે છે. ડાયરેક્ટર ગુસ્તાવો સાન્તોસ્કાયે જણાવ્યું હતું કે અમે પ્લેયર્સને કંઈક વિશેષ આપવા માગીએ છીએ. પ્લેયરને આ અનોખો અનુભવ પસંદ પડયો છે. પ્લેયર્સને પ્રેક્ટિસ અથવા તેમની મેચો પહેલાં કોર્ટ ઉપર પહોંચવામાં ઘણી આસાની રહે છે. હોટેલ અને વેન્યૂ વચ્ચે 11 કિલોમીટરનું અંતર છે પરંતુ ટ્રાફિકજામ થવાના કારણે આ અંતર કાપતા 40 મિનિટ જેટલો સમય થાય છે. હેલિકોપ્ટરમાં માત્ર ચાર મિનિટ થાય છે. પ્રત્યેક દિવસે હેલિકોપ્ટર 10 વખત ઉડાણ ભરે છે અને લગભગ 40 ખેલાડીઓનું ટ્રાન્સપોર્ટેશન કરે છે. ફ્રાન્સની ટેનિસ ખેલાડી કેરોલિના ગ્રાસિયાએ જણાવ્યું હતું કે આ એક શાનદાર અનુભવ છે અને ચાર મિનિટના ગાળામાં પૂરા સિટીને જોવા મળે છે. 2022થી ચાલુ થયેલી આ સર્વિસમાં કોઈ મેજર બનાવ બન્યો નથી પરંતુ પેરિસ ઓલિમ્પિકની સિલ્વર મેડાલિસ્ટ ડોના વેકિચ હેલિકોપ્ટરની રાઇડમાં બેસવાથી ગભરાય છે.