ADVERTISEMENT
ADVERTISEMENT

તિલક-પ્રથમસિંઘની સદી વચ્ચે ભારત-એનો દબદબો, ડી-ટીમને 488નો ટાર્ગેટ મળ્યો

તિલક વર્મા અને પ્રથમસિંઘે નોંધાવેલી સદીની મદદથી ભારત-એ ટીમે દુલીપ ટ્રોફીમાં ડી-ટીમને બેકફૂટ ઉપર ધકેલી દીધી હતી. નેશનલ ટીમ માટે પોતાનો દાવો મજબૂત કરી રહેલા તિલકે 193 બોલમાં અણનમ 111 તથા પ્રથમે 189 બોલમાં 122 રનની ઇનિંગ રમી હતી.

એ-ટીમે પોતાનો બીજો દાવ ત્રણ વિકેટે 380 રનના સ્કોર ડિકલેર કરીને ભારત-ડી ટીમને 488 રનનો કપરો ટાર્ગેટ આપ્યો હતો.

ત્રીજા દિવસની રમતના અંતે ડી-ટીમે બીજા દાવમાં એક વિકેટે 62 રન બનાવી લીધા હતા. સ્ટમ્પના સમયે યશ દૂબે 15 તથા રિકી ભૂઇ 44 રન બનાવીને રમી રહ્યા હતા. વિજય માટે ડી-ટીમને હજુ પણ 426 રનની જરૂર છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

એ-ટીમે ત્રીજા દિવસે બીજા દાવને આગળ વધાર્યો હતો અને ઓપનર પ્રથમ અને સુકાની અગ્રવાલે પ્રથમ વિકેટ માટે 115 રનની ભાગીદારી નોંધાવી હતી. અગ્રવાલે 87 બોલમાં 56 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ પ્રથમ અને તિલકે બીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી નોંધાવીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. ઇનિંગને ડિકલેર કરવામાં આવી ત્યારે તિલકની સાથે શાશ્વત રાવત 88 બોલમાં 64 રન બનાવીને રમી રહ્યો હતો.

ADVERTISEMENT
ADVERTISEMENT