અમ્પાયરને ODI મેચમાં અમ્પાયરિંગ કરવા માટે કેટલો મળે છે પગાર? જાણો

ક્રિકેટની રમતમાં બેટ્સમેન, બોલર અને ફિલ્ડરની સાથે મેદાન પર અમ્પાયર હોવો ખૂબ જ જરૂરી છે કારણ કે એક જ અમ્પાયર હોય છે જેના આદેશનું તમામ ખેલાડીઓ પાલન કરવા માટે બંધાયેલા હોય છે. આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કરવું સહેલું નથી કારણ કે વાઈડથી લઈને LBW અને અન્ય નિર્ણયોને લઈને ઘણી વખત વિવાદો ઉભા થયા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક ODI મેચ માટે અમ્પાયરને કેટલો પગાર મળે છે?

ODI મેચમાં અમ્પાયરનો પગાર

આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયર બનવા માટે, અમ્પાયરોને ICCની મંજૂરી લેવી જરૂરી છે. ટોપ લેવલનો અમ્પાયર વાર્ષિક રૂ. 66.8 લાખથી રૂ. 1.67 કરોડની કમાણી કરી શકે છે. પગાર ઉપરાંત, તેમને મુસાફરી ખર્ચ, હોટલમાં રહેવા અને ખાવાનો ખર્ચ પણ આપવામાં આવે છે. અમ્પાયરોનો પગાર પણ ક્રિકેટમાં તેમના કદ અને તેમની પાસે કેટલો અનુભવ છે તેના પર આધાર રાખે છે.

ODI મેચ માટે અમ્પાયરને 2500-3000 US ડોલરનો પગાર મળે છે. ભારતીય ચલણમાં આ રકમ 2 લાખથી 2.5 લાખ રૂપિયાની વચ્ચે છે. અગાઉ, ODI મેચોમાં અમ્પાયરોનો પગાર આટલો વધારે ન હતો, પરંતુ મોટી અને મહત્વપૂર્ણ મેચોમાં ભૂલો ઘટાડવાના હેતુથી ICCએ છેલ્લા કેટલાક વર્ષોમાં પગારમાં વધારો કર્યો છે.

આ અમ્પાયર કરે છે સૌથી વધુ કમાણી

અલીમ દાર અને કુમાર ધર્મસેના વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા અમ્પાયરોમાં સામેલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વને અનિલ ચૌધરી અને નીતિન મેનનના રૂપમાં બે વર્લ્ડ ક્લાસ અમ્પાયર મળ્યા છે. આ બંને આઈસીસીની એલિટ પેનલની યાદીમાં સામેલ છે અને ગયા વર્ષે બીસીસીઆઈએ એક યાદી બહાર પાડી હતી, જે અંતર્ગત અનિલ અને નીતિનને સ્થાનિક મેચોમાં અમ્પાયરિંગ માટે પ્રતિ મેચ 40 હજાર રૂપિયા મળે છે.