ADVERTISEMENT
ADVERTISEMENT

માત્ર 8 રન આપીને ઝડપી 7 વિકેટ, ઓસ્ટ્રેલિયામાં બીજીવાર થયું આ કારનામું

આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક લિસ્ટ-એ ટુર્નામેન્ટ વન ડે કપ રમાઈ રહ્યો છે. જેમાં એક મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે ખૂબ જ ખતરનાક બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. મેચ દરમિયાન આ બોલરે વિરોધી બેટ્સમેનોને વધુ સમય સુધી ક્રિઝ પર ટકી રહેવા દીધા ન હતા. આ બોલરે બેટ્સમેનો પર તબાહી મચાવી દીધી હતી. આટલું જ નહીં, બોલ સિવાય આ ખેલાડીએ બેટથી પણ અજાયબી કરી બતાવી હતી.

8 રનમાં ઝડપી 7 વિકેટ

ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક લિસ્ટ-એ ટુર્નામેન્ટ વન-ડે કપમાં વિક્ટોરિયાના સેમ ઇલિયટ દ્વારા તાસ્માનિયાની બેટિંગનો નાશ થયો હતો. 23 સપ્ટેમ્બરે મેલબોર્નમાં વિક્ટોરિયા અને તાસ્માનિયા વચ્ચે મેચ રમાઈ હતી. મેચમાં સેમ ઇલિયટની ખતરનાક બોલિંગ જોવા મળી હતી. સેમે એકલા હાથે તાસ્માનિયાની અડધી ટીમને આઉટ કરી દીધી.

આ મેચમાં બોલિંગ દરમિયાન સેમે માત્ર 8 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. મેચમાં સેમે તેની પ્રથમ ઓવરના પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી. મેચમાં એક સમયે સેમે 6.2 ઓવરમાં 8 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. સેમે સમગ્ર મેચ દરમિયાન 12 રન ખર્ચ્યા હતા.

ADVERTISEMENT
ADVERTISEMENT

બેટ સાથે પણ કર્યું સારું પ્રદર્શન

આ મેચમાં સેમ ઇલિયટ 11મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. તેનું ઉગ્ર સ્વરૂપ પહેલા બોલથી જ દેખાઈ આવતું હતું. આ મેચમાં સેમે 8 ઓવરમાં 12 રન આપીને 7 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. જેના કારણે તસ્માનિયાની આખી ટીમ માત્ર 126 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સિવાય સેમ ઇલિયટે પણ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 8મા નંબર પર બેટિંગ કરતા સેમે 28 બોલમાં 19 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, વર્ષ 2004માં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર શોન ટેટે 8 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જે સેમ ચૂકી ગયો હતો.

ADVERTISEMENT
ADVERTISEMENT