ADVERTISEMENT
ADVERTISEMENT

IPL: રોહિત શર્મા સહિત 15 સ્ટાર ખેલાડીઓને તેમની ટીમ રિટેન કરી શકશે નહીં! જાણો સંપૂર્ણ લિસ્ટ

IPL પ્લેયર રિટેન્શનની જાહેરાત ગુરુવારે થઈ શકે છે. અહેવાલો અનુસાર, આ વખતે તમામ ટીમોને પાંચ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે, જેમાંથી 2 વિદેશી અને 3 સ્થાનિક ખેલાડીઓ હશે. આવી સ્થિતિમાં તમામ 10 ટીમોએ પોતાના મોટા ખેલાડીઓ ગુમાવવા પડી શકે છે.

IPL 2025 પ્લેયર રીટેન્શન નિયમો ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL ટીમોને માત્ર 5 ખેલાડીઓને રિટેન કરવાની તક મળશે.

આ વખતે રાઈટ ટુ મેચ કાર્ડનો કોઈ નિયમ રહેશે નહીં. જો આમ થશે તો ઘણી ટીમોએ પોતાના મોટા ખેલાડીઓ ગુમાવવા પડશે.

2 વિદેશી 3 ભારતીય ખેલાડીને રિટેન કરી શકાશે

રિપોર્ટ અનુસાર, મોટી વાત એ છે કે IPL ટીમો માત્ર 2 વિદેશી અને 3 ભારતીય ખેલાડીઓને જ રિટેન કરી શકે છે, આવી સ્થિતિમાં તમામ 10 ટીમોએ પોતાના મેચ વિનિંગ વિદેશી અને સ્થાનિક ખેલાડીઓને ગુમાવવા પડી શકે છે. ચાલો તમને જણાવીએ કે તે 15 ખેલાડીઓ કયા છે જેમને તેમની ટીમો રિટેન કરી શકશે નહીં.

ચેન્નાઈ સુપર કિંગ્સ

જો માત્ર 3 સ્થાનિક અને 2 વિદેશી ખેલાડીઓનો નિયમ લાગુ કરવામાં આવે તો ચેન્નાઈ સુપર કિંગ્સ ડેવોન કોનવે, શિવમ દુબે, દીપક ચહરને રિલીઝ કરી શકે છે. કારણ કે ચેન્નાઈની ટીમ ધોની, ઋતુરાજ, જાડેજા, મેથીસા પથિરાના અને રચિન રવિન્દ્રને રિટેન કરી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ

3 સ્થાનિક અને 2 વિદેશી ખેલાડીઓનો નિયમ લાગુ કરવામાં આવે તો મુંબઈ ઈન્ડિયન્સ સૌથી મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે, કારણ કે આ ટીમ સ્ટાર ખેલાડીઓથી ભરેલી છે. એવું માનવામાં આવે છે કે મુંબઈની ટીમ વિદેશી ખેલાડીઓમાં ટિમ ડેવિડ અને ગેરાલ્ડ કોએત્ઝીને રિટેન કરી શકે છે. સ્થાનિક ખેલાડીઓમાં જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને કેપ્ટન હાર્દિક પંડ્યાનું નામ હોઈ શકે છે. જો આમ થશે તો મુંબઈએ રોહિત શર્મા, ઈશાન કિશન જેવા મોટા ખેલાડીઓને છોડવા પડશે.

રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સ ટીમ અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓને પણ બહાર કરી શકે છે કારણ કે ફ્રેન્ચાઈઝી યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ અને સંજુ સેમસનને રિટેન કરશે એ લગભગ નક્કી છે. વિદેશી ખેલાડીઓમાં તેઓ જોસ બટલર અને ટ્રેન્ટ બોલ્ટને રિટેન કરી શકે છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ

ADVERTISEMENT
ADVERTISEMENT

આ નિયમને કારણે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. હૈદરાબાદ તેના કેપ્ટન પેટ કમિન્સ અને એડન માર્કરામને મુક્ત કરી શકે છે કારણ કે હૈદરાબાદ ફ્રેન્ચાઈઝી વિદેશી ખેલાડીઓમાં હેનરિક ક્લાસેન અને ટ્રેવિસ હેડને રિટેન કરશે. સ્થાનિક ખેલાડીઓમાં અભિષેક શર્મા અને નીતિશ રેડ્ડીને રિટેન કરી શકે છે.

દિલ્હી કેપિટલ્સ

દિલ્હીની ટીમ ઘરેલું ખેલાડીઓમાં પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલને રિટેન કરશે, આવી સ્થિતિમાં પૃથ્વી શોની ટીમમાંથી છુટ્ટી લગભગ નિશ્ચિત છે. વિદેશી ખેલાડીઓમાં દિલ્હીની ટીમ ડેવિડ વોર્નરને રિલીઝ કરી શકે છે, જ્યારે ટીમ મેગાર્ક અને ટ્રિસ્ટન સ્ટબ્સને રિટેન કરી શકે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ તેના 2 વિદેશી ખેલાડીઓ ગુમાવી શકે છે. ફિલ સોલ્ટ અને મિચેલ સ્ટાર્ક માટે આ ટીમમાં રહેવું મુશ્કેલ છે, કારણ કે KKR વિદેશી ખેલાડીઓમાં સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલને રિટેન કરશે.

લખનૌ સુપર જાયન્ટ્સ

લખનૌ સુપર જાયન્ટ્સ માર્ક વુડને રિલીઝ કરી શકે છે. જ્યારે લખનૌ ફ્રેન્ચાઈઝી ટીમના બે સ્ટાર આક્રમક બેટ્સમેન નિકોલસ પુરન અને ક્વિન્ટન ડી કોકને રિટેન કરી શકે છે.

પંજાબ કિંગ્સ

ADVERTISEMENT
ADVERTISEMENT

પંજાબ કિંગ્સને રિટેન્શનના નિયમોથી બહુ ફરક પડશે નહીં. વિદેશી ખેલાડીઓમાં તેઓ સેમ કરનને રિલીઝ કરી શકે છે. શિખર ધવનને પણ રિલીઝ કરવામાં આવી શકે છે. પંજાબની ટીમ શશાંક સિંહ, અર્શદીપ અને આશુતોષને રિટેન કરી શકે છે.