ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટના કારણે કાનપુરમાં ક્રિકેટ ફીવર છવાયો છે પરંતુ સિટીમાં વાંદરાઓના આતંક મચાવ્યો છે.
મેચ નિહાળવા આવેલા સમર્થકોના હાથમાંથી વાંદરાઓ ખાવાની વસ્તુઓ છીનવીને લઈ જાય છે. મેચ પહેલાં લાઇવ કવરેજ માટે પોતાના કેમેરા ગોઠવી રહેલા કેમેરામેન તથા કોમેન્ટેટર્સને પણ વાંદરાઓએ છોડયા નહોતા. તેમના હાથમાંથી પણ ખાવાનું છીનવી લેતા જોવા મળ્યા હતા.
આ માટે ઉત્તરપ્રદેશ ક્રિકેટ એસોસિયેશને એક રસપ્રદ પગલું ભર્યું છે. તેમણે લંગૂરોની ફોજને ડયૂટી ઉપર લગાવી દીધી છે. વાંદરાઓનો આતંક દૂર કરવા માટે એસોસિયેશન દ્વારા લંગૂરોને (સામાન્ય રીતે બબૂન તરીકે પણ ઓળખાય છે) કામે લગાવી દીધા છે. માન્યતા એવી છે કે લંગૂરોને કામે લગાવી દીધા છે. ચેરમેન સંજય કપૂરે જણાવ્યું હતું કે મેચનું કવરેજ કરી રહેલા કેમેરામેન ઉપર પણ વાંદરા હુમલો કરતા હોય છે. નાસ્તા તથા પાણી સહિત કોલ્ડ ડ્રિંક્સની બોટલ પણ છીનવીને લઈ જાય છે. કેમેરામેનને બચાવવા માટે તેમની બંને તરફ કાળા કપડાં લગાવીને કવર કરી દેવામાં આવ્યું છે. વાંદરાઓને સ્ટેડિયમમાંથી બહાર ભગાવવા માટે લંગૂરોને ડયૂટી સોંપવામાં આવી હોય તેવો પ્રથમ બનાવ નથી.