શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ પછી શ્રીલંકાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમ માટે દિનેશ ચાંદીમલ, કામિન્દુ મેન્ડિસ અને કુસલ મેન્ડિસે સદી ફટકારી હતી. આ ખેલાડીઓના કારણે જ લંકાની ટીમ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ દાવમાં પહાડ જેવો સ્કોર કરવામાં સફળ રહી હતી.
ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ ઇનિંગ્સમાં પ્રથમ વખત 600 પ્લસ રન બનાવ્યા
2005માં, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે નેપિયરમાં એક ટેસ્ટ રમાઈ હતી, જેમાં શ્રીલંકાએ એક દાવમાં 498 રન બનાવ્યા હતા, જે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ ઇનિંગ્સમાં શ્રીલંકાનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. હવે 19 વર્ષ બાદ શ્રીલંકાએ આ રેકોર્ડ તોડ્યો છે અને ગાલેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટની એક ઈનિંગમાં 602 રન બનાવીને ઈતિહાસ રચ્યો છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત શ્રીલંકાની ટીમે ન્યૂઝીલેન્ડ સામે એક દાવમાં 600 પ્લસ રન બનાવ્યા છે.
શ્રીલંકા તરફથી 3 બેટ્સમેનોએ સદી ફટકારી
કામેન્દુ મેન્ડિસે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની સદીના કારણે જ શ્રીલંકાની ટીમ મોટો સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી. તેણે 250 બોલમાં 16 ફોર અને 4 સિક્સરની મદદથી કુલ 182 રન બનાવ્યા હતા. તેના સિવાય દિનેશ ચાંદીમલે 116 રન બનાવ્યા હતા. જ્યારે કુસલ મેન્ડિસે 106 રનનું યોગદાન આપ્યું હતું. કામેન્દુ મેન્ડિસ લંકા માટે સૌથી મોટો હીરો સાબિત થયો. ન્યુઝીલેન્ડના બોલરો તેની સામે ટકી શક્યા ન હતા. તેણે ખૂબ જ સરળતાથી રન બનાવ્યા.
WTC પોઈન્ટ ટેબલમાં લંકાની ટીમ ત્રીજા સ્થાને
શ્રીલંકાની ટીમ પહેલાથી જ સિરીઝમાં 1-0થી આગળ છે. ટીમે પ્રથમ મેચ 63 રને જીતી હતી. હવે ટીમ બીજી મેચ જીતીને શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાનું લક્ષ્ય રાખશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં લંકા ત્રીજા સ્થાને છે. ટીમે અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી છે અને ચારમાં જીત અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. ફાઇનલમાં પહોંચવા માટે બીજી ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.