ADVERTISEMENT
ADVERTISEMENT

નતાશા સ્ટેનકોવિક પહેલા હાર્દિક પંડ્યાનું આ એક્ટ્રેસ સાથે અફેર! અભિનેત્રીએ નકારી વાત

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાની પર્સનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં હાર્દિક પંડ્યા તેના છૂટાછેડાને કારણે ચર્ચામાં છે, પરંતુ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા પહેલા પણ હાર્દિક સમાચારમાં રહેતો હતો.

નતાશાથી છૂટાછેડા લીધા પછી, જ્યારે હાર્દિકના અનેક એક્ટ્રેસ સાથે સંબંધ હોવાના, અફેર અને ડેટિંગ હોવાના રિપોર્ટ સામે આવ્યા હતા, ત્યારે નતાશા સાથે લગ્ન કરતા પહેલા જ હાર્દિકના અફેરની ચર્ચાઓ થઈ રહી હતી.

લગ્ન પહેલા હાર્દિક પંડ્યા અને એક્ટ્રેસ ઈશા ગુપ્તાના અફેરની ચર્ચા ક્રિકેટ જગતથી લઈને બોલીવુડમાં થતી હતી. આજે હાર્દિક પંડ્યા અને ઈશા ગુપ્તાના અફેર વિશે જાણો.

હાર્દિક પંડ્યા અને ઈશા ગુપ્તાનું અફેર

ADVERTISEMENT
ADVERTISEMENT

તે 2018 ની વાત છે જ્યારે હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો હતો. ત્યારબાદ હાર્દિક અને ઈશા એક પાર્ટી દરમિયાન મળ્યા અને ત્યાંથી તેઓ મિત્ર બન્યા અને પછી તેમના સંબંધોના સમાચાર આવવા લાગ્યા. એવા રિપોર્ટ હતા કે હાર્દિક પંડ્યા અને બોલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા એકબીજાને ડેટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હાર્દિક પંડ્યા અને ઈશા ગુપ્તા બંને તેમના સંબંધોને ખૂબ જ ગુપ્ત રાખવા માંગતા હતા. જેના કારણે તેઓ ગુપ્ત રીતે મળતા હતા.

ઈશાએ હાર્દિકને ઓળખવાની ના પાડી

ADVERTISEMENT
ADVERTISEMENT

જ્યારે ઈશા ગુપ્તાને એક ઈન્ટરવ્યુમાં હાર્દિક અને તેના અફેર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે રિલેશનશિપના સમાચારને નકારી ન હતી પરંતુ તેણે એવું કહીને વાતને ફેરવી નાખી કે તેને અત્યારે લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. તે હાર્દિકને સારી રીતે ઓળખતી પણ નથી અને તે ક્યારેય તેને મળી નથી. પરંતુ થોડા સમય બાદ હાર્દિક અને ઈશા અંગત કારણોસર અલગ થઈ ગયા હતા. 2018 માં ઈશા સાથેના અફેર પછી, હાર્દિક પંડ્યાએ 2020 માં સર્બિયન ડાન્સર અને મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા. હાર્દિક પંડ્યાએ પણ નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લીધા છે. પરંતુ નતાશા અને હાર્દિક બંને તેમના પુત્ર અગસ્ત્યનો ઉછેર સાથે કરી રહ્યા છે.