ADVERTISEMENT
ADVERTISEMENT

લખનઉ એક્સપ્રેસની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી? BCCIએ કરી લીધી તૈયારી

એક સમય એવો હતો કે જ્યારે ભારતીય ટીમને બોલિંગની બાબતમાં અન્ય ટીમો કરતા ઉતરતી કક્ષાની ગણવામાં આવતી હતી, પરંતુ હાલમાં ભારતીય બોલરોની ગણતરી વિશ્વના ટોચના બોલરોમાં થાય છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ જેવા ઝડપી બોલરોએ ભારતીય બોલિંગને વિશ્વમાં પ્રખ્યાત કરી છે. આ દરમિયાન BCCI હવે ટીમ ઈન્ડિયામાં લગભગ 155 કિલોમીટરની ઝડપે બોલિંગ કરનાર બોલરને લાવવાની તૈયારી કરી રહ્યું છે.

જેને IPLમાં લખનઉ એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવતો હતો.

મયંક યાદવની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી

અહીં અમે વાત કરી રહ્યા છીએ ઝડપી બોલર મયંક યાદવની. મયંક IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો. તેણે પોતાની ઝડપી ગતિથી બધાનું ધ્યાન ખેંચ્યું. જોકે, તે IPLમાં ઘણી મેચ રમી શક્યો નહોતો અને ઈજાગ્રસ્ત થયો હતો. હવે કથિત રીતે મયંક ફિટ છે અને તેને ટીમ ઈન્ડિયામાં લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

BCCIએ મયંકને NCA મોકલ્યો

ADVERTISEMENT
ADVERTISEMENT

BCCIએ મયંકને નેશનલ ક્રિકેટ એકેડમીના ખાસ કેમ્પમાં સામેલ કર્યો છે. ઈજા બાદ મયંક રિકવરી માટે NCA આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મયંકને બાંગ્લાદેશ સામેની T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે. આ સિવાય તેને ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવી શકે છે.

અહેવાલમાં થયો મોટો ખુલાસો

એક અહેવાલમાં એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “મયંકને છેલ્લા એક મહિનાથી કોઈ પણ પ્રકારની પીડાની ફરિયાદ નથી. તે NCAમાં તેની સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે બોલિંગ કરી રહ્યો છે. પસંદગીકારો તે જોવા માટે ઉત્સાહિત છે કે તે આંતરરાષ્ટ્રીય મેચ માટે કેટલો તૈયાર છે. સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે, “મયંક દિવસમાં ત્રણ અલગ-અલગ સ્પેલમાં સફેદ બોલથી લગભગ 20 ઓવર બોલિંગ કરી રહ્યો છે. તેને NCA કેમ્પમાં જોયા પછી પસંદગીકારો તેને બાંગ્લાદેશ સિરીઝ માટે પસંદ કરી શકે છે. અગરકર નવા NCAના ઉદ્ઘાટનમાં ભાગ લેવા માટે બેંગલુરુ જવાની આશા રાખે છે.”

ADVERTISEMENT
ADVERTISEMENT