ADVERTISEMENT
ADVERTISEMENT

રાહુલ દ્રવિડની IPLમાં ઘર વાપસી, ફ્રેન્ચાઇઝી કેમ્પમાં કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડને તાજેતરમાં જ IPL ટીમ રાજસ્થાન રોયલ્સના હેડ કોચ બનાવવામાં આવ્યા છે. ભારતના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ જૂનમાં T20 વર્લ્ડકપમાં ઐતિહાસિક જીત સાથે સમાપ્ત થયો હતો. રાજસ્થાન રોયલ્સના પૂર્વ કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડ 2011 થી 2015 સુધી પાંચ સીઝન સુધી ટીમ સાથે હતા.

રાહુલ દ્રવિડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાસ્તવમાં આ વીડિયો રાજસ્થાન રોયલ્સનો છે. હેડ કોચ રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં પહોંચ્યા હતા જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજસ્થાન રોયલ્સે રાહુલ દ્રવિડનું જોરદાર સ્વાગત કર્યું

ADVERTISEMENT
ADVERTISEMENT

રાજસ્થાન રોયલ્સના હેડ કોચ બન્યા બાદ રાહુલ દ્રવિડ પ્રથમ વખત રોયલ્સ કેમ્પમાં પહોંચ્યો હતો. જ્યાં યુવતીઓએ તેનું ગુલાબ આપીને સ્વાગત કર્યું હતું. રાજસ્થાન રોયલ્સે શનિવારે સવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર રાહુલ દ્રવિડનો આ વીડિયો શેર કર્યો હતો. પોતાના હેડ કોચ માટે પ્રેમ વ્યક્ત કરતા તેણે કેપ્શનમાં પણ લખ્યું, “દરેક જણ રાહુલ દ્રવિડને પ્રેમ કરે છે”.

ADVERTISEMENT
ADVERTISEMENT