ADVERTISEMENT
ADVERTISEMENT

હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ..! રોહિત શર્માએ રિટાયરમેન્ટ પર આપ્યું મોટું નિવેદન

ટીમ ઈન્ડિયાના ODI અને ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડકપ 2024 પછી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જે બાદ શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ ટી20 ટીમની કેપ્ટનશિપ કરતા જોવા મળ્યા હતા. જો કે, ચાહકોના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે રોહિત ક્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. જેને લઈને હવે ખુદ રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું છે.

નિવૃત્તિ પર રોહિતનું મોટું નિવેદન

રોહિત શર્માએ એક વિડિયોમાં કહ્યું કે અત્યારે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો નથી. મેં T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે કારણ કે આ ફોર્મેટમાં મારો સમય પૂરો થઈ ગયો છે. મને આ ફોર્મેટ રમવાની ખૂબ મજા આવી. મેં ટી20 વર્લ્ડકપ 2024 જીત્યો હતો અને આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો અને આગળ વધવાનો આ યોગ્ય સમય હતો. ટીમ ઈન્ડિયામાં ઘણા સારા ખેલાડીઓ છે જે ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે.

આ 3 ખેલાડીઓએ એકસાથે નિવૃત્તિ લીધી

ADVERTISEMENT
ADVERTISEMENT

T20 વર્લ્ડકપ 2024માં ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં ભારત માટે વિરાટ કોહલીએ ખૂબ જ મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ ખિતાબ જીત્યા બાદ, ત્રણેય વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

સૌથી પહેલા વિરાટે મેચ સેરેમનીમાં ફેન્સને આ મોટો ઝટકો આપ્યો હતો. આ પછી કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને નિવૃત્તિની જાહેરાત કરી. જાડેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હાલમાં આ ત્રણેય ખેલાડીઓ બાંગ્લાદેશ સાથે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં રમતા જોવા મળી રહ્યા છે.

ADVERTISEMENT
ADVERTISEMENT