ADVERTISEMENT
ADVERTISEMENT

ગબ્બરના રિટાયરમેન્ટ બાદ ક્રિકેટને આ ૧૧ ભારતીય ધુરંધર્સ કહી શકે અલવિદા

૨૦૨૪માં ભારતના દિનેશ કાર્તિક અને ઇંગ્લૅન્ડના જેમ્સ ઍન્ડરસન સહિત ઘણા ક્રિકેટર્સે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું. હાલમાં શિખર ધવને પણ અચાનક નિવૃત્તિ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા, પણ આગામી સમયમાં ક્રિકેટની સ્પર્ધાત્મક રમતમાં પોતાની જગ્યા ટકાવી રાખવામાં નિષ્ફળ જઈ રહેલા કેટલા અન્ય ભારતીય ક્રિકેટર્સ પણ ક્રિકેટને અલવિદા કહી શકે છે.

આ ખેલાડીઓમાં મોટા ભાગના ખેલાડીઓ ૩૦ પ્લસની ઉંમરના છે અને તેમની રમતમાં પહેલા જેવો રોમાંચ નથી જોવા મળી રહ્યો. ચાલો જોઈએ એવા ક્રિકેટર્સનું લિસ્ટ જેઓ લાંબા સમયથી ઇન્ટરનૅશનલ ક્રિકેટથી દૂર છે અને આવનારા સમયમાં રિટાયરમેન્ટનો નિર્ણય લઈ શકે છે.

કયા ક્રિકેટરે કયા વર્ષમાં રમી છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ?

અમિત મિશ્રા (૪૧ વર્ષ) ફેબ્રુઆરી ૨૦૧૭

રિદ્ધિમાન સાહા (૩૯ વર્ષ) ડિસેમ્બર ૨૦૨૧

ઉમેશ યાદવ (૩૬ વર્ષ) જૂન ૨૦૨૩

પીયૂષ ચાવલા (૩૫ વર્ષ) ડિસેમ્બર ૨૦૧૨

મોહિત શર્મા (૩૫ વર્ષ) ઑક્ટોબર ૨૦૧૫

ADVERTISEMENT
ADVERTISEMENT

ઈશાંત શર્મા (૩૫ વર્ષ) નવેમ્બર ૨૦૨૧

રિષિ ધવન (૩૪ વર્ષ) જૂન ૨૦૧૬

મનીષ પાંડે (૩૪ વર્ષ) જુલાઈ ૨૦૨૧

ભુવનેશ્વર કુમાર (૩૪ વર્ષ) નવેમ્બર ૨૦૨૨

જયંત યાદવ (૩૪ વર્ષ) માર્ચ ૨૦૨૨

ADVERTISEMENT
ADVERTISEMENT

કરુણ નાયર (૩૨ વર્ષ) માર્ચ ૨૦૧૭