આઇસીસી ટી-20 મહિલા વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કેપ્ટનશીપ એલિસા હીલીના હાથમાં રહેશે. ઓક્ટોબરમાં રમાનાર આ ટૂર્નામેન્ટના આયોજનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. પહેલા મહિલા ટી-20 વર્લ્ડકપ બાંગ્લાદેશમાં રમાવાનો હતો પરંતુ હવે તેની યજમાની યુએઈમાં થવાની છે.
રાજકીય ઉથલપાથલના કારણે તેને શિફ્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો.
Introducing our 2024 Women's @T20WorldCup squad 🇦🇺
— Cricket Australia (@CricketAus) August 26, 2024
Our @AusWomenCricket will take on New Zealand in a three-match T20I series in Mackay and Brisbane before travelling to the UAE to defend their World Cup crown 👊 pic.twitter.com/qJQVRXASA5
ICC મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે 3 થી 20 ઓક્ટોબર દરમિયાન થવાનું છે. છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં વિસ્ફોટક પ્રદર્શન કરનાર સ્ટાર ખેલાડી એલિસા હિલીને ટીમમાં સ્થાન મળ્યું નથી. સ્પિનર ફોબી લિચફિલ્ડ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ બની છે. ટાયલા વ્લામિક, સોફી મોલિનેયુક્સ અને ડાર્સી બ્રાઉને પણ ટીમમાં સ્થાન મેળવ્યું છે.
6 વખત ચેમ્પિયન બની છે ઓસ્ટ્રેલિયા
મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો છે. અત્યાર સુધી આ ટીમે સૌથી વધુ 6 વખત ટ્રોફી જીતી છે. ઓસ્ટ્રેલિયાએ 2010માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી 2012, 2014, 2018, 2020, 2023માં પણ આ ટ્રોફી જીતી હતી. વર્તમાન ચેમ્પિયન ફરી એકવાર તેને પોતાના નામે કરવા ઈચ્છશે.
T20 મહિલા વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
એલિસા હીલી (કેપ્ટન), તાહલિયા મેકગ્રા (વાઈસ-કેપ્ટન), ડાર્સી બ્રાઉન, એશ્લે ગાર્ડનર, કિમ ગાર્થ, ગ્રેસ હેરિસ, એલાના કિંગ, ફોબી લિચફિલ્ડ, સોફી મોલિનક્સ, બેથ મૂની, એલિસ પેરી, મેગન શુટ, એનાબેલ સધરલેન્ડ, જ્યોર્જિયા વેયરહમ, ટેયલા વ્લામિન્ક