આ વખતે ICCએ T20 મહિલા વર્લ્ડ કપ 2024ની યજમાની બાંગ્લાદેશને સોંપી હતી. પરંતુ બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ટૂર્નામેન્ટ UAEમાં કરવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટ 3જી ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2024માં ભાગ લેવા માટે પણ તૈયાર છે. જો કે આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ટક્કર થવાની છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024માં હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભાગ લેશે. ભારતે પ્રથમ મેચ ન્યુઝીલેન્ડ સામે રમવાની છે. આ મેચ 4 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ પછી ભારતીય ટીમ 6 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાવાની છે. આ મેચ દુબઈમાં રમાશે. માત્ર ભારતના ચાહકો જ નહીં પરંતુ દુનિયાભરના સ્પોર્ટ્સ ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યા છે.
મેચમાં ભારતનો દબદબો જોવા મળશે!
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 13 T-20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 10 અને પાકિસ્તાને 3 મેચ જીતી છે. આવી સ્થિતિમાં આગામી મેચમાં ભારતનો દબદબો જોવા મળી રહ્યો છે. 9 ઓક્ટોબરે ભારતીય ટીમ શ્રીલંકા સામે ટકરાશે, ત્યારબાદ 13 ઓક્ટોબરે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. પ્રથમ સેમિફાઇનલ મેચ 17મીએ અને બીજી મેચ 18મી ઓક્ટોબરે રમાશે. જ્યારે ફાઇનલ મેચ 20મી ઓક્ટોબરે રમાશે.
T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકાસિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ પાટીલ, સજના સજીવન.
રિઝર્વ ખેલાડીઓઃ ઉમા ચેત્રી (વિકેટકીપર), તનુજા કંવર, સાયમા ઠાકોર