ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ હતી. ભારતની યજમાનીમાં રમાયેલી આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. બંને વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં અને બીજી કાનપુરમાં રમાઈ હતી. ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 280 રને વિજય થયો હતો જ્યારે કાનપુર ટેસ્ટમાં ભારતીય ટીમે 7 વિકેટે જીત મેળવી હતી.
હવે ટેસ્ટ પછી બંને ટીમો T20 સિરીઝ માટે મેદાનમાં ઉતરશે, તો ચાલો જાણીએ T20 સિરીઝનો સંપૂર્ણ શેડ્યૂલ.
ત્રણ મેચની T20 સિરીઝ રમશે ભારત
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાશે. આ T20 સિરીઝ રવિવાર, 6 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ મેચ ગ્વાલિયરના ન્યૂ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ બીજી મેચ 9 ઓક્ટોબર બુધવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ પછી, સિરીઝની ત્રીજી અને છેલ્લી T20 હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે, જે 12 ઓક્ટોબર, શનિવારે રમાશે. ભારતીય સમય અનુસાર ત્રણેય T20 મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
ક્યાં જોઈ શકશો લાઈવ?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી T20 સિરીઝનું ટીવી પર સ્પોર્ટ્સ 18 દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. JioCinema પર સિરીઝનું લાઈવ સ્ટ્રીમિંગ ‘ફ્રી’ હશે.
ભારત વિ બાંગ્લાદેશ T20 ઇન્ટરનેશનલ હેડ ટુ હેડ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 14 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ 14માંથી 13 મેચ જીતી છે, જ્યારે એક મેચ બાંગ્લાદેશે જીતી છે.
T20 સિરીઝ માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (c), અભિષેક શર્મા, સંજુ સેમસન (wk), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નિતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ રાણા, મયંક યાદવ.
T20 સિરીઝ માટે બાંગ્લાદેશની ટીમ
નઝમુલ હુસૈન શાંતો (c), તન્ઝીદ હસન તમીમ, પરવેઝ હુસૈન ઈમોન, તૌહીદ હ્રિદોય, મહમુદુલ્લાહ, લિટન દાસ, ઝાકિર અલી, મેહદી હસન મિરાજ, મેંહદી હસન, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ, શોરિફુલ ઈસ્લામ, તનઝીમ હસન સાકીબ, રકીબુલ હુસૈન.