ADVERTISEMENT
ADVERTISEMENT

ન્યૂઝીલેન્ડ સિરીઝ પહેલા રોહિત-ગંભીરની વધી મુશ્કેલી, આ ખેલાડી બન્યો માથાનો દુખાવો!

ઈરાની કપ 2024માં મુંબઈ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે લખનઉના એકાના સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસે ખરાબ લાઇટના કારણે મેચની માત્ર 68 ઓવર જ રમાઈ શકી હતી. આ મેચમાં મુંબઈના કેપ્ટન અજિંક્ય રહાણેએ શાનદાર બેટિંગ કરી હતી. તે પહેલા દિવસે 197 બોલમાં 86 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.

આ ઈનિંગ સાથે તેણે ટીમ ઈન્ડિયામાં સ્થાન માટે દાવેદારી નોંધાવી છે.

ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી

પ્રથમ બેટિંગ કરવા આવતા મુંબઈની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. ટીમે તેની ત્રણ વિકેટ માત્ર 37 રનમાં ગુમાવી દીધી હતી. આવા સમયે રહાણે અને શ્રેયસ ઐયરે 102 રનની ભાગીદારી કરી હતી. શ્રેયસ ઐયરે 57 રન બનાવીને યશ દયાલના બોલ પર આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ સરફરાઝ ખાન અને અજિંક્ય રહાણેએ ઇનિંગ્સને આગળ ધપાવી હતી. બંનેએ અત્યાર સુધી 98 રનની ભાગીદારી કરી છે. દિવસની રમતના અંત સુધીમાં રહાણે 86 રન બનાવીને ક્રીઝ પર છે અને સરફરાઝ 54 રન પર છે.

કાઉન્ટી ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું

ADVERTISEMENT
ADVERTISEMENT

અજિંક્ય રહાણે છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં છે. તેણે વન ડે કપમાં લેસ્ટરશાયર માટે 10 ઇનિંગ્સમાં 378 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ત્રણ મેચમાં 202 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે સદી પણ ફટકારી હતી.

ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે દાવો ઠોક્યો

ભારતને 16 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ટીમ ઈન્ડિયા હાલ 5 નંબરના બેટ્સમેનની શોધમાં છે. આવી સ્થિતિમાં પસંદગીકારો તેના અનુભવ અને ફોર્મને ધ્યાનમાં રાખીને તેને ફરી એકવાર તક આપી શકે છે. આ સિવાય પસંદગીકારો તેને ઓસ્ટ્રેલિયા સામે પણ તક આપી શકે છે. ઓસ્ટ્રેલિયામાં અજિંક્ય રહાણેના રેકોર્ડને જોતા તેને વધુ એક તક આપવામાં આવી શકે છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ જુલાઈ 2023માં રમી હતી.

ADVERTISEMENT
ADVERTISEMENT