ADVERTISEMENT
ADVERTISEMENT

ભારત સામેની સિરીઝ પહેલા ન્યુઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, આ ખેલાડીને સોંપી ટીમની કમાન

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી 3 મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમે પોતાનો કેપ્ટન બદલ્યો છે. હવે ટોમ લાથમ ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન હશે. અગાઉ આ જવાબદારી ટિમ સાઉથી પાસે હતી. શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં 2-0થી જીત બાદ તેણે રાજીનામું આપી દીધું હતું. સુકાની પદ છોડ્યા બાદ સાઉથીએ કહ્યું કે તેણે આ નિર્ણય ટીમના હિતમાં લીધો છે.

કેન વિલિયમસને 2022માં કેપ્ટનશીપ છોડી દીધી હતી, ત્યારબાદ સાઉથીને આ જવાબદારી સોંપવામાં આવી હતી અને હવે આ કામ માટે ટોમ લાથમની પસંદગી કરવામાં આવી છે.ટોમ લાથમે આ પહેલા 9 મેચમાં ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી છે. તેને બીજી વખત આ રોલ આપવામાં આવ્યો છે.

સતત 4 હાર બાદ લેવાયો નિર્ણય

ટિમ સાઉથીની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડની ટીમ સતત 2 સિરીઝ હારી છે. તે જ વર્ષે તેને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને હવે તેને શ્રીલંકા સામે 2-0થી હારનો સામનો કરવો પડ્યો છે. ગાલેમાં ન્યૂઝીલેન્ડનો ખૂબ જ શરમજનક પરાજય થયો હતો. શ્રીલંકાને એક ઇનિંગ્સ અને 154 રને માત આપી હતી.

ન્યુઝીલેન્ડની ટીમ આ મહિને ભારત સામે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. સાઉથીએ કહ્યું હતું કે તેના માટે ટીમ પ્રથમ આવે છે અને તેનો નિર્ણય ન્યૂઝીલેન્ડના હિતમાં હશે. કપ્તાની છોડવાથી તે વધુ સારું પ્રદર્શન કરી શકશે અને જીતમાં મદદ કરશે.

ADVERTISEMENT
ADVERTISEMENT

કેપ્ટનનું પોતાનું પ્રદર્શન બગડ્યું

જ્યારથી ટિમ સાઉથીએ કેપ્ટનશિપ સંભાળી છે ત્યારથી તેનું પોતાનું પ્રદર્શન ઘણું ખરાબ થઈ ગયું છે. તે પોતાની ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શક્યો નથી. સાઉદીએ 2 વર્ષ સુધી ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે 14 મેચ રમી જેમાં તેણે 38.60ની એવરેજથી 35 વિકેટ લીધી, જ્યારે તેની કારકિર્દીની સરેરાશ 28.99 છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

ટીમ સાઉથીએ કેપ્ટનશીપ મળ્યા બાદ તેના પ્રદર્શનમાં ઘટાડો થયો છે. તે ઘણી વિકેટ લેવામાં સફળ રહ્યો નથી. ન્યુઝીલેન્ડના શ્રીલંકા પ્રવાસની વાત કરીએ તો આ દરમિયાન તેણે 2 ટેસ્ટ મેચમાં 49 ઓવર ફેંકી હતી પરંતુ તે માત્ર 2 જ વિકેટ લઈ શક્યો હતો. તેની કેપ્ટનશિપમાં ટિમ સાઉથીએ 6 મેચ જીતી, 6માં હાર, જ્યારે 2 મેચ ડ્રો રહી હતી.