મોહમ્મદ શમીના ઘૂંટણમાં સોજો આવ્યો, જાણો ક્યારે થશે ક્રિકેટ મેદાનમાં વાપસી ?

ભારતીય ટીમ માટે ફરી ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ફરીવાર ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમના ઘૂંટણમાં સોજો આવ્યો છે.

મોહમ્મદ શમીના ઘૂંટણમાં સોજો આવ્યો

મોહમ્મદ શમી હાલ ઈજાના કારણે ભારતીય ટીમની બહાર છે. ચાહકો તેમની ક્રિકેટ મેદાન પર વાપસીની ભારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

પરંતુ આ વચ્ચે ફરી તેઓ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની એક રિપોર્ટ પ્રમાણે શમીની ઈજાનો ખુલાસો કરતાં જણાવવામાં આવ્યું છે કે તેમના ઘૂંટણમાં સોજો આવી ગયો છે.

મોહમ્મદ શમી ક્યારે મેદાન પર પરત ફરશે ?

મોહમ્મદ શમીએ પોતાની છેલ્લી મેચ નવેમ્બર 2023માં વન ડે વર્લ્ડ કપ ફાઈનલના રુપમાં રમી હતી. ત્યારબાદ તેમણે પગની એડીની સર્જરી કરાવી હતી. રિપોર્ટમાં BCCI ના સૂત્રોના માધ્યમમાં કહેવામાં આવ્યું કે ત્યારબાદ તેમણે બોલિંગ શરુ કરી દીધી હતી. અને ફરી મેદાનમાં પરત ફરવા તૈયાર હતા. પરંતુ હાલમાં તેમની ઘૂંટણીની ઈજાએ ફરી ઉભી થઈ. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેમના ઈજાની તપાસ કરી રહી છે. પરંતુ તેમની વાપસીમાં તેમાં થોડો સમય લાગી શકે છે.

મોહમમ્દ શમીની ક્રિકેટ કરિયર

શમી ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમનાર બોલર છે. અત્યાર સુધી પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેમણે 64 ટેસ્ટ, 101 વનડે અને 23 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. શમીએ ટેસ્ટની 122 ઇનિંગ્સમાં 27.71ની એવરેજથી 229 વિકેટ લીધી છે. ODIની 100 ઇનિંગ્સમાં 23.68ની એવરેજથી 195 વિકેટ ઝડપી છે.