ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી તાજેતરની ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોપ-10માં પરત ફર્યો છે. બાંગ્લાદેશ સામે કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટમાં કોહલીએ પ્રથમ અને બીજી ઇનિંગમાં અનુક્રમે 47 અને 29* રન બનાવ્યા હતા. આ દરમિયાન કોહલીએ મહાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો અને સૌથી ઝડપી 27,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્સમેન બની ગયો.
વિરાટે રેંકિંગમાં ફાયદો થયો
ભારતીય ટીમના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને પણ ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં બે સ્થાનનો ફાયદો થયો છે. કાનપુર ટેસ્ટની બંને ઇનિંગ્સમાં શાનદાર અડધી સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ તાજેતરની ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. કાનપુરમાં બંને દાવમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આઇસીસી ટેસ્ટ રેંકિંગ
જો આપણે ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-5 બેટ્સમેનોની વાત કરીએ તો તેમાં ભારતનો એક જ બેટ્સમેન સામેલ છે. ઈંગ્લેન્ડના જો રૂટ સિવાય ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસન બીજા સ્થાને છે. ભારતીય યશસ્વી જયસ્વાલ ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ઉસ્માન ખ્વાજા અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.
આઇસીસી ટેસ્ટ રેંકિંગ ટીમ
બાંગ્લાદેશનો ક્લીન સ્વીપ કરીને ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન મજબૂત કરી લીધું છે. ભારતીય ટીમના 98 પોઈન્ટ છે અને તે WTC પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર છે. પરંતુ ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ભારત બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયન ટીમ ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાન પર છે.