વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ બંને સાથે ગલી ક્રિકેટ રમતાં જોવા મળી રહ્યા છે. આ ક્રિકેટની સૌથી મજાની વાત એ હતી કે અનુષ્કાએ તેના હિસાબના ક્રિકેટના નિયમો બનાવ્યા હતા.
અનુષ્કાએ ક્રિકેટના નિયમોની લાંબી લિસ્ટ બનાવી હતી. જેમાં 3 બોલ બેટથી મિસ થવા પર બેટ્સમેન આઉટ થશે, જો બોલ સતત 3 વાર શરીર પર લાગી તો આઉટ અને વિરાટ કોહલીએ ગુસ્સાવાળી પ્રતિક્રિયા આપી તો પણ આઉટ ગણાશે.
અને આ સાથે જ છેલ્લો નિયમ કહેતા અનુષ્કા શર્માએ કહ્યું કે પહેલી બેટિંગ એ કરશે જેનું બેટ હશે.