ADVERTISEMENT
ADVERTISEMENT

અભિમન્યુ ઈશ્વરને ફટકારી સળંગ ત્રીજી સદી, ટીમ ઈન્ડિયા માટે ઠોક્યો મજબુત દાવો

ઈરાની કપ 2024માં બાકીના ભારત તરફથી રમી રહેલા ઓપનર અભિમન્યુ ઈશ્વરન મજબૂત ફોર્મમાં ચાલુ છે. આ ટુર્નામેન્ટમાં દુલીપ ટ્રોફીમાં પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખતા, ઇશ્વરને તેની કારકિર્દીની 26મી ફર્સ્ટ ક્લાસ સદી મુંબઈ સામે ફટકારી. લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં મુંબઈએ પ્રથમ રમતમાં 537 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો.

ઈશ્વરને ફટકારી શાનદાર સદી

જવાબમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ માત્ર 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ઇશ્વરને ઇનિંગ સંભાળી અને 117 બોલમાં પોતાની સદી પૂરી કરી. ઇશ્વરની સદી યોગ્ય સમયે આવી છે, જેના કારણે પસંદગીકારો તેને ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની સિરીઝમાં તક આપી શકે છે અને તેને આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઇન્ડિયામાં સ્થાન પણ મળી શકે છે.

દુલીપ ટ્રોફીમાં ચાલ્યું ઇશ્વરનનું બેટ

ADVERTISEMENT
ADVERTISEMENT

તમને જણાવી દઈએ કે ગયા મહિને રમાયેલી દુલીપ ટ્રોફીમાં ઇશ્વરનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, જ્યાં તેણે બે સદીની મદદથી 309 રન બનાવ્યા હતા. ટૂર્નામેન્ટમાં ઈન્ડિયા B તરફથી રમનાર ઈશ્વરન ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને હતો. ઇશ્વરની આ સદી તેની આ સિઝનની ચોથી સદી છે, જેમાં રણજી ટ્રોફીમાં બિહાર સામે ફટકારેલી બેવડી સદીનો પણ સમાવેશ થાય છે.

ઇશ્વરનની કારકિર્દી કેવી છે?

ADVERTISEMENT
ADVERTISEMENT

અત્યાર સુધી તેણે 98 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 49 થી વધુની એવરેજથી 7300 થી વધુ રન બનાવ્યા છે. એવી અપેક્ષા છે કે ઇશ્વરનને ટેસ્ટ ટીમમાં બેકઅપ ઓપનર તરીકે પસંદ કરવામાં આવી શકે છે. અહેવાલોસ અનુસાર, ઈશ્વરન, ગાયકવાડ અને સાઈ સુદર્શન વચ્ચે બહુ તફાવત નથી અને તેથી આ ત્રણમાંથી માત્ર એકને ત્રીજા ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરી શકાય છે.