પાકિસ્તાની ખેલાડીમાં આવ્યું રિંકુ સિંહનું ભુત, છેલ્લી ઓવરમાં હારેલી મેચ જીતી

ક્રિકેટમાં જો બેટિંગ ટીમને એક ઓવરમાં 28 રનની જરૂર હોય, તો કોઈ પણ વ્યક્તિ ફક્ત બોલિંગ ટીમ પર જ દાવ લગાવવા માંગે છે. પરંતુ જો બોલરનો ખરાબ દિવસ આવી રહ્યો છે તો કંઈ કહી શકાય નહીં. ગ્રીસ અને એસ્ટોનિયા વચ્ચે રમાયેલી યુરોપિયન ક્રિકેટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. આ રોમાંચક મેચમાં ગ્રીક ટીમને છેલ્લી ઓવરમાં 28 રનની જરૂર હતી.

પાકિસ્તાની મૂળના બેટ્સમેન સાજિદ આફ્રિદીના દમ પર ટીમે અહીં કરિશ્માનું પ્રદર્શન કર્યું.

રિંકુ સિંહ સાથે કરવામાં આવી રહી છે સાજિદની સરખામણી

આ ઈનિંગ પછી લોકો તેની સરખામણી ભારતના રિંકુ સિંહ સાથે કરી રહ્યા છે, જેણે એક ઓવરમાં પાંચ સિક્સ ફટકારીને પોતાની ટીમને IPLમાં જીત અપાવી છે. આ જ કારણ છે કે કેટલાક લોકો તેને પાકિસ્તાનનો રિંકુ સિંહ પણ કહી રહ્યા છે. સાજિદે મેચની છેલ્લી ઓવરમાં પ્રથમ ત્રણ બોલ પર સતત ત્રણ સિક્સર ફટકારી હતી. આ પછી ટીમને આગામી ત્રણ બોલમાં માત્ર 10 રનની જરૂર હતી.

કોમેન્ટેટરને સાજિદની ઇનિંગ પર વિશ્વાસ નહોતો

સાજિદે એસ્ટોનિયન બોલર પ્રણય ઘીવાલા પર કોઈ દયા ન દાખવી અને આગલા બે બોલ પર ચોગ્ગા અને છગ્ગા ફટકારીને પોતાની ટીમને વિજય અને ખિતાબ અપાવ્યો. તેની વિસ્ફોટક બેટિંગ જોઈને કોમેન્ટેટર પોતાની સીટ પરથી ઊભો થયો અને તેના માથા પર હાથ મૂક્યો.

સાજિદને અમનપ્રીતનો સારો સાથ મળ્યો

આ રોમાંચક મેચમાં પ્રથમ રમતા એસ્ટોનિયાએ 10 ઓવરમાં 175 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. 176 રનના મોટા ટાર્ગેટનો પીછો કરતી વખતે ગ્રીસની શરૂઆત ખરાબ રહી હતી, જ્યાં ટીમે બીજા બોલ પર જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી સાજિદ અને અમરપ્રીત સિંહે ઇનિંગની કમાન સંભાળી હતી. આ દરમિયાન સાજિદે 31 બોલમાં 88 રન બનાવ્યા હતા જ્યારે અમનપ્રીત મેહમીએ માત્ર 24 બોલમાં 69 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 108 રનની ભાગીદારી થઈ હતી.