છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચોમાં ખેલાડીઓ વચ્ચે ઘણી ઉગ્ર બોલાચાલી થઈ છે. આ જ કારણ છે કે બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે મેદાન પર આક્રમકતાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓએ સૌથી વધુ સ્લેજ કરનાર ભારતીય ખેલાડીનું નામ આપ્યું છે. નવાઈની વાત એ છે કે તેમાં વિરાટ કોહલીનું નામ નથી.
ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ રિષભ પંતનું નામ લીધુ
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, નાથન લિયોન, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને એક જ અવાજમાં કહ્યું કે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી વધુ સ્લેજિંગ કરનાર ખેલાડી છે.
પેન સાથે પંતની સ્લેડિંગ વાયરલ થઈ
આ જ વીડિયોમાં, 2018ની ટેસ્ટ સિરીઝ દરમિયાન પંતની કાંગારૂ કેપ્ટન ટિમ પેન સાથે સ્લેડિંગ બતાવવામાં આવી છે. આમાં પંત સાથે કાંગારુ ખેલાડીઓની ફની પળો પણ શેર કરવામાં આવી છે. બાદમાં પંતે વીડિયોમાં સ્લેડિંગ વિશે કહ્યું, ‘કોઈ પણ આ પ્લાનિંગ કરીને નથી કરતું. પરંતુ જ્યારે કોઈ આવું કરે ત્યારે મને તે ગમતું નથી. તેથી હું નમ્રતાપૂર્વક સ્લેજિંગનો જવાબ આપું છું.
કાંગારૂઓ સામે જોરદાર ચાલે છે પંતનું બેટ
તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં જન્મેલા આ ક્રિકેટરે 2020-21માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ ડાબા હાથના બેટ્સમેનને બીજી ટેસ્ટથી જ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં તેણે 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેના કારણે ભારત ઐતિહાસિક મેચ ડ્રો કરવામાં સફળ રહ્યું હતું. પંતે બ્રિસબેનમાં રમાયેલી આગામી મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને 89 રનની ઇનિંગ રમી હતી.