ADVERTISEMENT
ADVERTISEMENT

પંતને જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ તરફથી મળી ખાસ ભેટ, રોમેન્ટિક અંદાજમાં પાઠવી શુભેચ્છા

ભારતીય ક્રિકેટર રિષભ પંત માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. રિષભ પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પંતનો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ ઉત્તરાખંડના રૂરકીમાં થયો હતો. આ ખાસ અવસર પર તેના ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં વ્યસ્ત છે. હવે રિષભ પંતની કથિત ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ તેને અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ઈશાએ શુક્રવારે સાંજે તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર એક ખાસ સ્ટોરી શેર કરી હતી અને એક વીડિયો દ્વારા રિષભને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

ઈશા નેગીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી

ઈશા નેગીએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે રિષભનો એક વીડિયો અપલોડ કર્યો છે. ઈશાએ રિષભનો આ વીડિયો એડિટ કર્યો છે જેમાં માથા પર ચોંટલી અને હસતી વખતે પંતના આગળના બે દાંત તૂટેલા જોવા મળે છે. ઈશાએ વિડિયો પર હેપ્પી બર્થ ડે ક્યુટી લખ્યું છે અને આગળ હાર્ટ ઈમોજી શેર કર્યું છે.

ઈશા નેગી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. રિષભ પંતે તાજેતરમાં બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. ઈશાએ પણ સોશિયલ મીડિયા દ્વારા રિષભની ​​આ સદી પર ખુશી વ્યક્ત કરી હતી.

ADVERTISEMENT
ADVERTISEMENT

તેમનો સંબંધ 2019માં ચર્ચામાં આવ્યો હતો

ઈશા નેગી 2019માં પહેલીવાર લાઈમલાઈટમાં આવી હતી. બંનેએ પોતપોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી ફોટો શેર કર્યા હતા. ઈશાએ ફોટોના કેપ્શનમાં લખ્યું હતું, ‘મારો શ્રેષ્ઠ મિત્ર, મારો પ્રેમ.’ આ પછી તેમના સંબંધોના સમાચાર હેડલાઇન્સ બનવા લાગ્યા. રિષભ પંત અને ઈશા નેગીએ હજુ સુધી તેમના સંબંધો વિશે સ્પષ્ટ કંઈ કહ્યું નથી. રિષભ પંતે ઈશા સાથેનો છેલ્લો ફોટો 3 જાન્યુઆરી 2020ના રોજ અપલોડ કર્યો હતો. ત્યારથી આ બંનેની કોઈ લેટેસ્ટ તસવીર સામે આવી નથી.

ADVERTISEMENT
ADVERTISEMENT