આજથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ, બેંગલુરુમાં વરસાદને કારણે ટોસમાં વિલંબ

આજથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચનો પ્રારંભ થવાનો છે. ત્યારે બેંગલુરુમાં વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો છે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે.

બંને ટીમોની સંભવિત પ્લઈંગ 11

ભારત: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ.

ન્યૂઝીલેન્ડ: ટોમ લેથમ, ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, વિલ ઓ’રર્કે, એજાઝ પટેલ.

આ પણ જાણો:

  • વિરાટ કોહલી (Virat Kohli) 53 રન બનાવતા જ ટેસ્ટ ક્રિકેટમાં 9000 રન બનાવનાર ચોથો ભારતીય બની જશે. જો કે, તેણે આ વર્ષે તેની છેલ્લી છ ઇનિંગ્સમાં એક પણ ફિફ્ટી બનાવી નથી.
  • ન્યૂઝીલેન્ડ ભારતના તેના 12 પ્રવાસમાં એકપણ ટેસ્ સિરીઝમાં જીત મેળવી શક્યું નથી. છેલ્લી વખત તેઓ ભારતમાં 1988માં વાનખેડે ખાતે ટેસ્ટ મેચ જીત્યા હતા.