ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝ 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે. ત્યારે ભારતની નજર આ સિરીઝમાં જીત મેળવવાની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં એન્ટ્રી કરવા પર રહેશે. ત્યારે આ આર્ટિકલમાં મેળવી લો ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચની લાઇવ સ્ટ્રીમિંગની સંપૂર્ણ ડિટેલ્સ.
ભારત vs ન્યુઝીલેન્ડ પ્રથમ ટેસ્ટ મેચ લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ (IND vs NZ 1st Test Live Streaming)
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે શરૂ થશે?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 16 ઓક્ટોબર, બુધવારના રોજ શરૂ થશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ક્યાં રમાશે?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?
ભારતમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર જોઈ શકાશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયોસિનેમા એપ/વેબસાઈટ પર થશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9:30 વાગ્યે શરૂ થશે. ટોસ ભારતીય સમય અનુસાર સવારે 9:00 વાગ્યે થશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ફ્રીમાં કેવી રીતે જોઈ શકશો?
યૂઝર્સ ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચ જિયોસિનેમા એપ/વેબસાઈટ ફ્રીમાં જોઈ શકે છે. ડીડી સ્પોર્ટ્સ પર પણ યુઝર્સ ફ્રીમાં ટીવી પર મેચ જોઈ શકશે.
ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.
રિઝર્વ પ્લેયરઃ હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, મયંક યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
ટેસ્ટ સિરીઝ માટે ન્યુઝીલેન્ડની ટીમ
ડેવોન કોનવે, કેન વિલિયમસન, માર્ક ચેપમેન, વિલ યંગ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર, રચિન રવિન્દ્ર, ટોમ બ્લંડેલ, એજાઝ પટેલ, બેન સીયર્સ, મેટ હેનરી, ટિમ સાઉથી, વિલિયમ ઓ’રર્કે.