એક વખત ચાલુ કોર્ટમાં બે વકીલ
અંદર અંદર ઉકળી પડ્યા.
વાત વધી પડી એલફેલ પર પહોચી ગયા.
પહેલો વકીલ : ‘તું ગધેડો છે, તું મૂરખ છે,
તું બદમાશ છે.’
બીજો વકીલ : તું અક્કલ વગરનો છે, નીચ છે,
નાલાયક, કમબખ્ત છે….’
જજ સાહેબ વચ્ચે પડ્યા : ‘હવે જો આપ બંને
વકીલોની ઓળખવિધિ પતિ ગઈ હોય
તો આપણે આગળ વધીએ.’
😅😝😂😜🤣🤪
એકવાર કોર્ટમાં દલીલ કરતા પહેલા
એક વકીલે જાહેર કર્યું કે : ‘હૂ તો સત્યનો પુજારી છું.
હું તો સાચાને સાથ આપીને એનેજ જીતાડીશ.’
પાસે જ બેઠલા અસીલે ગભરાઈને વકીલ ને કહ્યું :
‘હે ત્યારે તમે શું મારા પૈસા મફતમાં જ
ઉડાવી રહ્યા છો ?
તમે સત્યના પુજારી છો તો તે વાત તમારે
મને પહેલા કહેવી જોઈતી હતી.
હું તો કોઈ સાચો વકીલ શોધી કાઢત.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)