ચોરીના આરોપ માટે મગનલાલને
અદાલતમાં ઉભો રાખવામાં આવ્યો.
જજ : તારો વકીલ કોણ છે ?
મગનલાલ : કોઈ નથી સાહેબ !
હું મારી વકીલાત પોતેજ કરીશ.
જજ : સારું તો એ જણાવ કે
તે અપરાધ કર્યો છે કે નથી ?
મગનલાલ : બીલકુલ નથી કર્યો સાહેબ !
કર્યો હોત તો કોઈને કોઈ વકીલ રાખતને !
😅😝😂😜🤣🤪
મોહન : ‘મગન ! તું તો કહેતો હતો કે
સ્ટેશન થી તારું ઘર દસ જ મીનીટના રસ્તાનું છે,
પણ મને તો ચાલીને આવતા પોણો કલાક લાગ્યો.’
મગન : ‘હા, પણ હું એ કહેવાનું ભૂલી ગયો હતો કે
દોડીને આવતા દસ મિનીટ લાગે છે.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)