- Advertisement -

શું નારિયેળ પાણી પીવાથી વજન ઘટે છે? જો તમે તેને આ રીતે સેવન કરશો તો ચરબી થઈ જશે ગાયબ

- Advertisement -

ઉનાળામાં નારિયેળ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. નાળિયેર પાણીમાં એક કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. જેનું સેવન કરવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે. સાથે જ તે ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની કમી થવા દેતું નથી. હાઇડ્રેટેડ રહેવા માટે તમે તેનું સેવન કરી શકો છો. નારિયેળ પાણી એનર્જી પણ પ્રદાન કરે છે. શું તમે જાણો છો કે નારિયેળ પાણી પીવાથી તમારું વજન પણ ઘટી શકે છે.

- Advertisement -

હા, તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ કેવી રીતે નારિયેળ પાણી પીવાથી વજન ઓછું થાય છે.

- Advertisement -

નાળિયેર પાણીમાં રહેલા પોષક તત્વો

- Advertisement -

નાળિયેર પાણી ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપુર હોય છે. આમાં મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સ જેવાં કેલ્સિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, એમિનો એસિડ અને એન્ટીઑકિસડન્ટો હોય છે. આ ઉપરાંત, તે કેલરી, કાર્બોહાઇડ્રેટ્સ અને સુગરમાં ખૂબ જ ઓછી હોય છે.

શું નાળિયર પાણી પીવાથી વજન ઓછુ થાય છે?

એક રીપોર્ટનાં અનુસાર ઉનાળાની ઋતુમાં શરીરનું મેટાબોલિઝ્મ વધારે હોય છે. આવી સ્થિતિમાં આ સિઝન વજન ઘટાડવા માટે બેસ્ટ છે. જો તમારું વજન વધારે છે તો તમે નારિયેળ પાણીનું સેવન કરી શકો છો. તે ઘણી રીતે વજન ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, નાળિયેર પાણીમાં કેલેરીની માત્રા ઓછી હોય છે, જે તમને શરીરમાં સુગર વધાર્યા વગર હાઇડ્રેટેડ રાખી શકે છે. તે મેટાબોલિઝ્મને પણ બુસ્ટ આપે છે અને તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું છે તેવું અનુભવ કરાવે છે.

વજન ઓછુ કરવા માટે હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે. આવામાં નારિયેળ પાણીનાં મદદથી તમે પોતાને હાઈડ્રેટેડ રાખી શકો છો. હાઈડ્રેશનથી મેટાબોલિઝ્મ બુસ્ટ થાય છે અને ભૂખ ઓછી લાગે છે. નાળીયેર પાણીમાં કેલેરીની માત્રા ઘણી ઓછી હોય છે અને સુગરી પદાર્થ જેવા કે સોડા, ફ્રુટ જ્યુસની સરખામણીમાં આ હેલ્ધી નેચરલ ડ્રીંક છે. લગભગ 240 મિલી નારિયેળ પાણીમાં માત્ર 45-60 કેલરી હોય છે. આવામાં, ખાસ કરીને વજન ઘટાડવાની યાત્રામાં વધુ કેલરીવાળા પીણાંને બદલે નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ, કારણ કે તે અન્ય પીણાંની તુલનામાં શરીરમાં કેલરીની માત્રા ઘટાડે છે અને આ રીતે તમે વજન ઘટાડવામાં સફળ થઈ શકો છો.

નારિયેળ પાણીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી વગેરે જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે આ બધા જ જરૂરી છે જ સાથે તે બધા મેટાબોલિઝ્મ અને એનર્જી ઉત્પાદનને ટેકો આપે છે. આ વજનના મેનેજમેન્ટના મુખ્ય પરિબળો છે.

નારિયેળ પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સનો કુદરતી સ્ત્રોત છે અને તે શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવવાનું કામ કરે છે. જ્યારે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન બરાબર હોય છે, ત્યારે તે કસરત કરતી વખતે હાઇડ્રેશનને સંતુલન જાળવી રાખે છે. આમાંથી તમને એનર્જી મળે છે અને તમે શારીરિક કાર્ય અને કસરત વધુ સારી રીતે કરી શકશો અને આ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

નારિયેળ પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે. કેટલાક અભ્યાસોમાં એ વાત સામે આવી છે કે નારિયેળ પાણીમાં એવા તત્વો હોય છે જે ભૂખને ઓછી કરે છે. જો તમે જમતા પહેલા નારિયેળ પાણી પીવો છો તો તેનાથી તમને પેટ ભરેલું લાગશે અને તમે ઓછું ખાશો. શરીરમાં કેલરી ઓછી થશે. આ રીતે તમે વજન ઘટાડવામાં સફળ થઈ શકો છો.

નોંધઃ એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમે વજન ઘટાડવા માટે નારિયેળ પાણીનું સેવન કરો છો, તો તેને મર્યાદિત માત્રામાં જ પીવો. એકસપર્ટની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું અને તે વધુ ફાયદાકારક રહેશે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

- Advertisement -
- Advertisement -