- Advertisement -

હવે ઘરે જ માણો મુંબઈ સ્ટાઈલ વડાપાવનો સ્વાદ, આ રહી બનાવવાની સરળ રીત

- Advertisement -

 મુંબઈમાં પાવની ઘણી બધી આઈટમ જેમ કે, મિસાલ પાવ, પાવભાજી, મસ્કાબન ફેમસ છે. પરંતુ મુંબઈના વડાપાવ વર્લ્ડ ફેમસ છે. મુંબઈની મોટાભાગના શેરીઓમાં તમને વડાપાવના સ્ટોલ જોવા મળી જશે. ચટણી અને લીલા મરચાં સાથે મળતી આ વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ત્યારે જો તમે મુંબઈ સ્ટાઈલ વડાપાવનો સ્વાદ ઘરે જ માણવા માગો છો તો, આજે અમે તમને તેને બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે.

- Advertisement -

જાણો.

- Advertisement -

મુંબઈ સ્ટાઈલ વડાપાવ બનાવવા માટેની સામગ્રી

- Advertisement -
  • 2 બાફેલા બટાકા (છીણેલા)
  • 2 ચમચી ચણાનો લોટ
  • 6 પાવ
  • 2 ચમચી ચોખાનો લોટ
  • 1/2 કપ પાણી
  • 1 લીલું મરચું (ઝીણું સમારેલું)
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 1 ચમચી સરસવના દાણા
  • 1 ચમચી સમારેલ લીલા ધાણા
  • 1/4 ચમચી હીંગ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • કરી પત્તા
  • જરૂરિયાત મુજબ રિફાઈન્ડ તેલ
  • જરૂરિયાત મુજબ મીઠું
  • 2 ચમચી માખણ

મુંબઈ સ્ટાઈલ વડાપાવ બનાવવાની રીત

  • એક મોટો બાઉલ લઈ તેમાં છીણેલા બટાકા ઉમેરો.
  • હવે તેમાં સરસવના દાણા, કરી પત્તા, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, લીલા મરચાં, 1/2 ચમચી હળદર, લીલા ધાણા, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
  • હવે બધું બરાબર મિક્સ કરીને મિશ્રણને સાઈડ પર મૂકી દો.
  • હવે એક અલગ બાઉલમાં ચણાનો લોટ ઉમેરો.
  • તેમાં 1/2 નાની ચમચી હળદર, લાલ મરચું પાવડર, ચોખાનો લોટ, હિંગ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
  • તેમાં થોડું-થોડું પાણી ઉમેરો અને ચણાનો લોટનું બેટર બનાવવા માટે સારી રીતે મિક્સ કરી લો.
  • એક પેનમાં તળવા માટે તેલ ઉમેરીને મધ્યમ આંચ પર ગરમ થવા દો.
  • હવે બટાકાના મિશ્રણમાંથી 6 બોલ બનાવી લો.
  • તેમને ચણાના લોટના બેટરમાં બોળીને સારી રીતે કોટ કરી લો.
  • ગરમ તેલમાં બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  • હવે પાવને એ રીતે વચ્ચેથી કાપો રીતે કે તે એક બાજુથી જોડાયેલું રહે.
  • હવે એક નોન-સ્ટીક પેન લઈ તેમાં માખણ નાખો અને પાવને બંને બાજુથી શેકી લો.
  • દરેક પાવમાં એક બટકાની ટિક્કીથી ભરી દો.
  • હવે ઉપરથી થોડી લીલી ચટણી અથવા આમલીની ચટણી નાખીને તેને થોડું દબાવો.
  • તૈયાર છે મુંબઈ સ્ટાઈલ વડાપાવ.
- Advertisement -
- Advertisement -