- Advertisement -

મહોબ્બત જ નહીં નફરતનું શરબત પણ છે પ્રખ્યાત, આ ઉનાળા ટ્રાય કરી જુઓ

- Advertisement -

જનાબ, તમે બધાએ મહોબ્બતનું શરબત ક્યારેકને ક્યારેક જીવનમાં એકવાર જરુર પીધું જ હશે. વાસ્તવમાં તેને તમે ગમે ત્યારે પી શકો છો, પરંતુ આ શરબત રમઝાન દરમિયાન રોજા રાખનારાઓમાં ખૂબ જ લોકપ્રિય છે. રમઝાનના દિવસોમાં પ્રખ્યાત આ શરબત સાથે જોડાયેલી બીજી એક ખાસ વાત એ પણ છે કે બજારમાં માત્ર મોહબ્બતનું શરબત જ નહીં નફરતનું શરબત પણ મળે છે.

- Advertisement -

સરળ શબ્દોમાં કહીએ તો તે સફરજનનું શરબત હોય છે, તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

- Advertisement -

દિલ્હીની જામા મસ્જિદની ગલીઓમાં મળતા મોહબ્બતના શરબત કરતાં નફરતનું શરબત વધુ મીઠું હોય છે. દૂધ, સફરજન, ખાંડ અને કેસરમાંથી બનતા આ શરબતનો અદ્ભુત સ્વાદ માટે દુકાનો આગળ લાંબી લાઈનો લાગેલી હોય છે. આખા દિવસની તરસ છીપાવવા માટે નફરતના શરબતની એક ચુસ્કી પૂરતી છે. આવી સ્થિતિમાં જો તમે લાંબી કતારો અને ભીડને કારણે નફરતના શરબતનો સ્વાદ નથી લઈ શક્યા, તો ચાલો આજે અમે તમને ઘરે જ તેને બનાવવાની રીત જણાવીશું.

- Advertisement -

નફરતનું શરબત બનાવવા માટેની સામગ્રી

  • દૂધ – 500 મિલી
  • સફરજન (છાલ અને છીણેલું) – 1
  • ડ્રાય ફ્રૂટ્સ – જરૂરિયાત મુજબ
  • દળેલી ખાંડ – 2 ચમચી
  • વેનીલા એસેન્સ – 2 ચમચી
  • કેસર – 2 ચપટી

નફરતનું શરબત બનાવવાની રીત

  • નફરતનું શરબત બનાવવા માટે સૌથી પહેલા દૂધમાં ખાંડને સારી રીતે મિક્સ કરો.
  • આ પછી તેમાં વેનીલા એસેન્સ અને કેસર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  • એક સફરજન લો અને તેની છાલ કાઢીને તેને છીણી લો.
  • સફરજનને દૂધમાં ઉમેરો, અને તેમાં થોડા બરફના ટુકડા ઉમેરો.
    -આ પછી તેમાં તમારી પસંદગી મુજબ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો અને ઠંડા શરબતનો આનંદ લો.
- Advertisement -
- Advertisement -