- Advertisement -

તમે પણ નવરાત્રિના ઉપવાસ કરી રહ્યા છો તો સાબુદાણાને બદલે ખાઓ આ સ્વાદિષ્ટ ખીચડી

- Advertisement -

નવરાત્રિમાં ઘણા લોકો 9 દિવસના ઉપવાસ કરતા હોય છે. એવામાં ફરાળમાં દરરોજ શું બનાવવું તે ખબર નથી પડતી તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ફરાળી મોરૈયાની ખીચડી. આ બનાવવી જેટલી સરળ છે એટલી જ સ્વાદિષ્ટ પણ છે.

- Advertisement -

સામા ખીચડી માટેની સામગ્રીઃ

- Advertisement -
  • 1 કપ મોરૈયા,
  • 3 ચમચી અધકચરા સીંગદાણા,
  • 3 ચમચી ઘી,
  • 1 બટાકાના નાના ટુકડા,
  • સ્વાદ મુજબ મીઠું,
  • 4 ચમચી દહીં,
  • 1/2 ટીસ્પૂન જીરું,
  • 1/2 ચમચી ગરમ મસાલો,
  • 1 લવિંગ,
  • 1 તજનો ટુકડો,
  • 8-10 લીમડો,
  • દોઢ કપ પાણી,
  • 1 લીલું મરચું,
  • ધાણાની પેસ્ટ

મોરૈયાની ખીચડી બનાવવાની રીત:

  • સૌથી પહેલા મોરૈયો ધોઈ લો અને બધી સામગ્રી તૈયાર રાખો.
  • કૂકરમાં ઘી ગરમ કરી જીરું અને તજ ઉમેરો.
  • પછી લીમડો અને અધકચરા સીંગદાણા ઉમેરો.
  • સીંગદાણા સોનેરી રંગની થાય ત્યાં સુધી પકાવો.
  • મરચાં અને ધાણાની પેસ્ટ ઉમેરીને એક મિનિટ માટે સાંતળો.
  • બટાકા, મીઠું અને ગરમ મસાલો ઉમેરો. સારી રીતે ભેળવી દો.
  • હવે મોરૈયો, દહીં અને પાણી ઉમેરો અને ત્રણ સીટી સુધી પકાવો.
  • મોરૈયાની ખીચડી સર્વ કરવા માટે તૈયાર છે.
- Advertisement -
- Advertisement -