- Advertisement -

ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ રીતે બનાવો ઠંડી-ઠંડી કાજુ બદામ કુલ્ફી, ગેરંટી છે સૌ કોઈને ભાવશે

- Advertisement -

કુલ્ફીનું નામ સાંભળતા જ દરેકના મોંમાં પાણી આવી જાય છે. અલગ-અલગ ફ્લેવરની ઠંડી-ઠંડી કુલ્ફી સ્વાદમાં ટેસ્ટી હોય જ છે, સાથે જ તે સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો પહોંચાડે છે. દૂધ અને ડ્રાયફ્રૂટ્સમાંથી બનેલી કુલ્ફીમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, આયર્ન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.

- Advertisement -

તમે બધાએ બજારમાં મળતી કુલ્ફી તો ઘણીવાર ખાધી હશે, પરંતુ ઘરે બનાવેલી કાજુ બદામ કુલ્ફીનો સ્વાદ દરેકને દિવાના બનાવી દે છે.

- Advertisement -

તેને બનાવવાની રેસિપી એકદમ સરળ છે. તેને બનાવવામાં વધુ સમય લાગતો નથી. ઘરના તમામ સભ્યોને તે પસંદ આવશે. ચાલો જાણીએ કાજુ કુલ્ફી બનાવવાની અદ્ભુત રેસિપી વિશે.

- Advertisement -

સમગ્રી
કાજુ – 25, બદામ – 25, દૂધ – 500 મિલીગ્રામ, છીણેલો ગોળ – 10 ટીસ્પૂન, ઈલાયચી પાઉડર – 1/4 ટીસ્પૂન,- ફેટ ક્રીમ – 3 ટેબલસ્પૂન

બનાવવાની રીત

  • સૌથી પહેલા કાજુ, બદામ અને ફેટક્રીમને સરસ રીતે ક્રશ કરી લો, જેથી તેની મસ્ત પેસ્ટ બની જાય. ત્યારબાદ એક તપેલી લો. તેમાં દૂધ ઉકાળવા મૂકો. હવે તેમાં આ પેસ્ટને મિક્સ કરો. બરાબર હલાવી લો અને 15 મિનિટ સુધી ઉકળવા દો.
  • ત્યારબાદ ગોળ, ઈલાયચી પાઉડર ઉમેરો અને બરાબર હલાવી લો. જ્યારે આ મિશ્રણ થોડુ ઠંડુ પડે એટલે કુલ્ફીના મોલ્ડમાં ભરી લો.
  • બરાબર સેટ થાય ત્યાં સુધી ફ્રીઝરમાં રાખો. બરાબર જામી જાય એટલે તેને સર્વ કરો.
- Advertisement -
- Advertisement -