- Advertisement -

નાસ્તા માટે ટ્રાય કરો ક્રિસ્પી વેજ કટલેટ, નોટ કરી લો એકદમ સરળ રેસિપી

- Advertisement -

વેજ કટલેટને નાસ્તામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ઘણી વખત એવું બને છે કે જમ્યા પછી થોડા કલાકોમાં જ આપણને ફરી ભૂખ લાગી જાય છે. આવી સ્થિતિમાં કંઈક હળવું ખાવા (Light Food)નું મન થાય છે. આવા સમયે ઘરમાં જે કંઈ હોય તેને આપણે ખાઈ લઈએ છીએ. પરંતુ ઘણીવાર એક જેવો નાસ્તો ખાવાથી કંટાળો આવવા લાગે છે. તમને પણ આવું લાગે તો આ વખતે નાસ્તામાં તમે વેજ કટલેટ ટ્રાય કરો.

- Advertisement -

તે બનાવવામાં સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘરે તેને સરળતાથી બનાવી શકાય છે.

- Advertisement -

તમે સવારના નાસ્તામાં કે પછી સાંજે ચાના સમયે ક્રિસ્પી વેજ કટલેટનો આનંદ લેવા માંગો છો તો અમે તેને બનાવવાની સરળ રેસિપી તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ રેસિપીને ફોલો કરીને ઘરે જ સ્વાદિષ્ટ વેજ કટલેટ સરળતાથી તૈયાર કરી શકાય છે. આ ભૂખ સંતોષવા માટે એક સારો વિકલ્પ છે.

- Advertisement -

સામગ્રી

  • 2-3 બટાકા
  • 1-2 ગાજર
  • 100 ગ્રામ લીલા વટાણા
  • 1 બારીક સમારેલી ડુંગળી
  • 1 કપ બ્રેડ કમ્બ્સ
  • સોજી
  • 2 ચમચી આદુ-લસણ પેસ્ટ
  • 1-2 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી
  • તેલ

બનાવવાની રીત

  • સૌથી પહેલા કૂકરમાં સમારેલા બટાકા, સમારેલા ગાજર અને લીલા વટાણાને નાખીને તેને બાફી લો.
  • હવે એક કડાઈ લો અને તેમાં તેલ નાખીને તેને ગરમ કરો તે ગરમ થઈ જાય એટલે તેમાં ડુંગળી નાખો અને સોનેરી થાય ત્યાં સુધી હલાવો.
  • હવે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો અને બધાને બરાબર સાંતળી લો.
  • ત્યારબાદ તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ધાણાજીરું પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  • ત્યાર બાદ કૂકરમાંથી તમામ વસ્તુઓને કાઢીને તેની ઉપર મીઠુંને સારી રીતે ભેળવી દો.
  • શાકભાજીને મેશ કરો અને તે સુકાઈ જાય ત્યાં સુધી પાકવા દો.
  • હવે મિશ્રણને ઠંડુ થવા દો અને પછી તેમાં બ્રેડ કમ્બ્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરીને તેમાંથી કટલેટ તૈયાર કરી લો.
  • હવે બધી કટલેટ સોજીથી કોટ કરી લો.
  • હવે એક કડાઈમાં તેલ ઉમેરો અને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લો.
  • તમારી વેજ કટલેટ ખાવા માટે તૈયાર છે.
- Advertisement -
- Advertisement -