- Advertisement -

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, જાણો કેવી રીતે કરવું પૂજન અને મહત્ત્વ

- Advertisement -

આજથી આદ્યશક્તિ મા અંબાની આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. માઇ ભક્તો આજથી 9 દિવસ સુધી માતાજીની વિશેષ રીતે આરાધના કરશે. સનાતન ધર્મમાં એક વર્ષમાં કુલ 4 નવરાત્રિ હોય છે, જેમાંથી બે ગુપ્ત નવરાત્રિ અને બે શારદીય અને ચૈત્ર નવરાત્રિ હોય છે. ગુપ્ત નવરાત્રિને તંત્ર સાધના માટે શુભ માનવામાં આવે છે.

- Advertisement -

જ્યારે ચૈત્ર અને શારદીય નવરાત્રિ ગૃહસ્થો દ્વારા ઉજવવામાં આવે છે.

- Advertisement -

ક્યારે ચૈત્ર નવરાત્રિ મનાવવી?
ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 9 એપ્રિલના રોજ રાત્રે 8:30 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. તેથી ચૈત્ર નવરાત્રિ 9મી એપ્રિલ 2024 થી શરૂ થઈ રહી છે, જે 18મી એપ્રિલે સમાપ્ત થશે. જેને આપડે ગુડી પડવાથી પણ ઓળખીએ છે.

- Advertisement -

ક્યા વાહન પર સવાર થશે મા દુર્ગા અને શું હશે તેનું ફળ?
આ વર્ષે મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવનાર છે. માતાના વાહનની પસંદગી દિવસના હિસાબે કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રિ મંગળવારથી શરૂ થઈ રહી છે. તેથી જ માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવી રહી છે. ઘોડા પર સવારી કરવી એટલે સત્તામાં પરિવર્તન, તેમજ ભક્તોને તેમના જીવનમાં આવનારી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળશે.

શું પૂજન કરવું?
નવરાત્રિ દરમિયાન માતા ભગવતી અને તેમના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે. દેવી માતાની યોગ્ય રીતે પૂજા કરવાથી, તેમના સ્તાોત્ર-મંત્રનો પાઠ અને વ્રત રાખવાથી ભક્તને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

આ તમામ માહિતી શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિત દ્વારા આપવામાં આવી છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

- Advertisement -
- Advertisement -