- Advertisement -

આજથી ચૈત્ર નવરાત્રિ શરૂ, 9 દિવસ સુધી આ નિયમોનું કરો પાલન

- Advertisement -

ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે કે આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે. આજથી હિન્દુ નવું વર્ષ પણ શરૂ થયું છે. આ ચૈત્ર નવરાત્રિના 9 દિવસ માતા દુર્ગાની પૂજા વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાની કૃપાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે અને મનોકામના પૂર્ણ થાય છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.

- Advertisement -

આ નિયમોનું પાલન કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળે છે અને માતાના આશીર્વાદ બની રહે છે. ચાલો જાણીએ આ નિયમો વિશે.

- Advertisement -

નવરાત્રિના 9 દિવસ દરમિયાન ભૂલથી પણ તામસિક અને માંસાહારી ભોજન ન લેવું જોઈએ. આ ઉપરાંત કોઈ પણ પ્રકારના નશાથી દૂર રહેવું જોઈએ. તમે આ 9 દિવસો દરમિયાન સાત્વિક આહારનું સેવન કરી શકો છો. શિંગોડાનો લોટ, દૂધ, સાબુદાણા તેમજ ફળોનું સેવન કરી શકો છો.

- Advertisement -

નવરાત્રિમાં વાળ અને નખ કાપવાનું ટાળવું જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે. નવરાત્રિ પૂરી થયા બાદ તમે વાળ, દાઢી અને નખ કાપી શકો છો. ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ વાતનું ધ્યાન રાખો કે 9 દિવસ સુધી કાળા કપડા ન પહેરવા કે ન ઉપયોગમાં લેવા. તેને અશુભ માનવામાં આવે છે. તમે લાલ કપડાનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત ચામડાની બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવાનું પણ ટાળવું જોઈએ.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

- Advertisement -
- Advertisement -