- Advertisement -

નવરાત્રીના ઉપવાસ દરમિયાન બનાવો સાબુદાણાની ટિક્કી, ઘરે મિનિટોમાં તૈયાર થઈ જશે આ રેસીપી

- Advertisement -

આજથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન અનેક લોકો નવ દિવસ ઉપવાસ અને માતાજીની પૂજા કરતા હોય છે. આ દરમિયાન ભૂખ લાગવાની સ્થિતિમાં લોકો ફળો ખાતા હોય છે. ઉપાવસ દરમિયાન સાબુદાણા મોટા પ્રમાણમાં ખાવા આવે છે. જો તમે ઉપવાસ દરમિયાન વારંવાર સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળી ગયા છો, તો આજે અમે તમને સાબુદાણાની ટિક્કી બનાવવાની રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છે.

- Advertisement -

સાબુદાણાની ટિક્કી। Recipe Card

- Advertisement -
  • કુલ સમય: 20 મિનિટ
  • તૈયારીનો સમય: 10 મિનિટ
  • રસોઈનો સમય: 10 મિનિટ
  • કેટલા લોકો માટે: 4
  • કેલરી: 125

સાબુદાણાની ટિક્કી બનાવવા માટેની સામગ્રી

- Advertisement -
  • 200 ગ્રામ સાબુદાણા
  • 100 ગ્રામ બાફેલા બટાકા
  • સ્વાદ મુજબ રોક મીઠું
  • તળવા માટે તેલ
  • 5 થી 6 લીલા મરચાં
  • 6 નંગ કાજુ
  • 1 ટીસ્પૂન જીરું પાવડર
  • ચપટી કેરી પાવડર

સાબુદાણાની ટિક્કી બનાવવાની રીત

  • સૌપ્રથમ સાબુદાણાને સારી રીતે ધોઈને આખી રાત પલાળી રાખો.
  • બીજી તરફ બટાકાને સારી રીતે ધોઈ, બાફીને મેશ કરી લો.
  • હવે એક બાઉલમાં સાબુદાણા, બાફેલા બટાકા અને અન્ય તમામ સામગ્રી અને રોક મીઠું ઉમેરી લો.
  • હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને તેને ટિક્કીના શેપમાં બનાવો.
  • હવે એક પેનમાં તેલ ગરમ કરીને એક પછી એક ટિક્કીઓને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  • હવે તેને એક પ્લેટમાં કાઢીને લીલા ધાણા અને ફુદીનાની ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.
- Advertisement -
- Advertisement -