- Advertisement -

ચૈત્ર નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન ઘરે જ બનાવો ફરાળી ઢોસા, સાઉથ ઈન્ડિયન ફૂડનો માણો સ્વાદ

- Advertisement -

ચૈત્ર નવરાત્રી 2024 (Chaitra Navratri 2024) 9મી એપ્રિલથી શરૂ થઈ રહી છે. નવરાત્રિ દરમિયાન માતાજીના ભક્તો નવ દિવસ ઉપવાસ કરે છે. આ દરમિયાન મોટાભાગના લોકો ફળોનું સેવન કરતા હોય છે. જો તમે પણ ઉપવાસ દરમિયાન ફળનું સેવન કરો છો, તો આજે અમે તમને જણાવીશું સાઉથ ઈન્ડિયન ફરાળી ઢોસા (Falahari Dosa Recipe) બનાવવાની સરળ રેસીપી.

- Advertisement -

જાણો.

- Advertisement -

ફરાળી સમા ચોખા ઢોસા બનાવવા માટેની સામગ્રી

- Advertisement -
  • 1 કપ સમા ચોખા
  • 4 ચમચી ઘી
  • ¼ કપ છીણેલું નાળિયેર
  • સ્વાદ મુજબ રોક મીઠું

ફરાળી સમા ચોખા ઢોસા બનાવવાની રીત

  • પહેલા સમા ચોખાને 3 વખત પાણીથી ધોઈ લો.
  • તેને 2 કલાક માટે પાણીમાં પલાળી રાખો.
  • ત્યારબાદ ચોખામાંથી પાણી કાઢી લો.
  • હવે મિક્સરમાં ચોખા અને નારિયેળના ટુકડા નાખો.
  • તેને 3 થી 4 ટેબલસ્પૂન પાણી નાખીને સારી રીતે હલાવી લો.
  • આ પેસ્ટને ખૂબ જ બારીક બનાવો.
  • હવે આ પેસ્ટને એક ઊંડા વાસણમાં કાઢી લો.
  • ફરીથી તેમાં દોઢ કપ પાણી ઉમેરીને ચમચી વડે બરાબર મિક્સ કરી લો.
  • હવે તેમાં મીઠું ઉમેરો.
  • ધ્યાન રાખો કે મિશ્રણ થોડું પાતળું રહે. (એ વાતનું પણ ધ્યાન રાખો કે તે વધારે પાતળું ન થઈ જાય)
  • હવે નોન-સ્ટીક પેનને હળવો ગરમ કરીને તેના પર થોડું ઘી ફેલાવી દો.
  • એક ચમચીમાં ઢોસાનું બેટર લઈને તેને પેન પર પાતળા સ્તરમાં ફેલાવી દો.
  • એક ચમચીમાં થોડું ઘી અથવા રિફાઈન્ડ લઈને ઢોસાની આસપાસ નાખો.
  • ઢોસાને બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે શેકીને પલટી નાખો.
  • તેને મધ્યમ આંચ પર હલકું ગુલાબી રંગનું થાય ત્યાં સુધી શેકો.
  • હવે લાગે કે ઢોસા થોડો ક્રિસ્પી થઈ ગયો છે, તો તેને પલટીને 2 મિનિટ માટે સુધી શેકીને લપેટીને પ્લેટમાં કાઢી લો.
  • તૈયાર છે નવરાત્રી સ્પેશિયલ ફરાળી ડોસા.
  • તેને નારિયેળ અથવા મગફળીની ફરાળી ચટણી સાથે સર્વ કરી શકાય છે.
- Advertisement -
- Advertisement -