- Advertisement -

ઢાબા સ્ટાઈલથી ઘરે બનાવો ચટાકેદાર કાજુ-ગાઠિયાનું શાક, ખાધા પછી બધા કહેશે વાહ મજા પડી ગઈ

- Advertisement -

દરરોજ એકનું એક શાક ખાવાનો દરેક લોકોને કંટાળો આવતો હોય છે. એવામાં કોઈ અલગ રેસિપી મળી જાય અને ઘરે ટ્રાય કરીએ તો ખાવાની મજા પડી જાય છે. આમ, તમે પણ એક મસ્ત ડિશ શોધી રહ્યા છો તો ઢાબા સ્ટાઈલ કાજુ ગાઠિયાનું શાક તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ શાક ખાવાની તમને બહુ મજા આવશે. આમ, તમે પ્રોપર કાઠિયાવાડી ટેસ્ટમાં કાજુ ગાઠિયાનું શાક બનાવવા ઇચ્છો છો તો આ રેસિપી જલદી નોંધી લો.

- Advertisement -

જરૂરી સામગ્રી
2 કપ ગાઠિયા, 15થી 20 નંગ કાજુના ટુકડા, 3 ચમચી તેલ, 1 ચપટી હિંગ, 1 કપ ડુંગળીની પેસ્ટ, 1 ચમચી હળદર, 1 ચમલી લાલ મરચું પાવડર, 1 ચમચી જીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 કપ ટામેટાની પ્યૂરી, મીઠું સ્વાદ મુજબ, 1 ચપટી ખાંડ, 1 કપ છાશ, થોડું પાણી

- Advertisement -

બનાવવાની રીત
સૌથી પહેલા એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થઈ જાય એટલે કાજુને તેમાં સાંતળી લો. બાદમાં કાજુને પ્લેટમાં કાઢી લો.

- Advertisement -

આ પેનનો ઉપયોગ શાક બનાવવા માટે કરો. જે તેલ છે તે ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરીને ડુંગળીની પેસ્ટ સાંતળી લો. તે થોડી લાઈટ કલરની થાય પછી તેમાં લાલ મરચું પાવડર, જીરું પાવડર, હળદર તેમજ ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરી લો.

હવે તેમાં ટામેટાની પ્યૂરી ઉમેરી થોડીવાર ચડવા દો. તેમાં મીઠું અને ખાંડ પણ ઉમેરો. ગેસની ફ્લેમ મીડિયમ રાખવી અને બધા મસાલા એકબીજા સાથે ભળીને એકરસ થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

ગેસની ફ્લેમ ધીમી કરીને તેમાં છાશ ઉમેરીને મિક્સ કરી લો. થોડું પાણી પણ ઉમેરી લો. ગ્રેવી ઘટ્ટ રાખવી હોય તો પાણી તે પ્રમાણે જ નાખો.

હવે તેમાં કાજુ અને ગાઠિયાને એડ કરીને મિક્સ કરી લો. 1-2 મિનિટ માટે ચડવા દો. તો તૈયાર છે ઢાબા સ્ટાઈલ કાજુ ગાઠિયાનું શાક. તેને ગરમા ગરમ પરોઠા કે રોટલા સાથે સર્વ કરો.

- Advertisement -
- Advertisement -