- Advertisement -

મીઠાઈવાળાની દુકાન જેવી મલાઈદાર રબડી હવે ઘરે જ બનાવો, આ રહી એકદમ પરફેક્ટ રેસિપી

- Advertisement -

જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવી હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત છે. રબડી બનાવવામાં 15-30 મિનિટનો સમય લાગશે અને ખાવાની પણ મજા પડી જશે.

- Advertisement -

સામગ્રી

- Advertisement -

દૂધ- 1 લિટર
કેસર- 1 ચપટી
દહીં- 1 ચમચી
ખાંડ- 4 ચમચી
એલચી પાવડર
બનાવવાની રીત

- Advertisement -

રબડી બનાવવા માટે ગેસ પર એક કઢાઈ મૂકો, તેમાં 1 લિટર દૂધ ઉમેરો અને ઉકાળો.
દૂધ ઉકાળ્યા પછી 1 ચમચી દૂધને એક બાઉલમાં કાઢી લો.
બાઉલમાં એક ચપટી કેસર ઉમેરો અને થોડીવાર પલાળી રાખો.
બીજા એક નાના બાઉલમાં કઢાઈમાંથી 1 ચમચી ગરમ દૂધ લો, તેમાં 1 ચમચી દહીં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
હવે આ તૈયાર દહીંનું મિશ્રણ ઉકળતા દૂધમાં થોડું-થોડું ઉમેરો અને ધીમી આંચ પર સારી રીતે મિક્સ કરો.
ઉકળતા દૂધમાં હવે દૂધમાં પલાળેલા કેસરને ઉમેરો અને સારી રીત મિક્સ કરો, ઉકળતા દૂધમાં જે મલાઈ બને છે તેને કઢાઈની કિનારીઓ પર લગાવો.
જ્યારે દૂધનું પ્રમાણ અડધું રહી જાય ત્યારે તેમાં 4 ચમચી ખાંડ અને 1/4 ચમચી એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો.
રબડી ઘટ્ટ થઈ જાય પછી ગેસ બંધ કરી દો અને કઢાઈની કિનારીઓ પર જે મલાઈ લગાવી હતી તેને પણ દૂધમાં મિક્સ કરી લો.
હવે તમારી પરફેક્ટ હલવાઈ સ્ટાઈલ રબડી બનીને સંપૂર્ણપણે તૈયાર છે અને તમે તેનો આનંદ માણી શકો છો.

- Advertisement -
- Advertisement -