- Advertisement -

હવે ઘરે જ ફટાફટ બનાવો મસાલેદાર-તીખી શેઝવાન ચટણી, સૌ કોઈ આંગળા ચાટતા રહી જશે

- Advertisement -

ચાઈનીઝ ડિશનો સ્વાદ વધારવા માટે મોટાભાગે શેઝવાન ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે. ચાઉમીન, ફ્રાઈડ રાઇસ, સ્પ્રિંગ રોલ્સ, ચિકન દરેક વાનગીમાં મસાલેદાર અને ચટપટા સ્વાદ માટે શેઝવાન ચટનીને ઉમેરવામાં આવે છે. જો તમે પણ તેના સ્વાદને પસંદ કરો છો અને બજારમાંથી શેઝવાન ચટણી ખરીદીને લાવો છો. બજારમાં મળતી શેઝવાન ચટણીનો સ્વાદ તીખો લાગે છે તો તમે તેને ઘરે જ બનાવી શકો છો.

- Advertisement -

શેઝવાન ચટણીને બનાવવી બહુ મુશ્કેલ નથી. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત..

- Advertisement -

સામગ્રી

- Advertisement -
  • આખા સૂકા લાલ મરચું – 50 ગ્રામ
  • ટામેટા – 250 ગ્રામ
  • લસણ-આદુની પેસ્ટ- 2 ચમચી
  • તેલ – 2 ચમચી

બનાવવાની રીત

  • તેને બનાવવા માટે સૌથી પહેલા લાલ મરચાની દાંડીને કાઢીને તેને અડધા કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખી દો.
  • હવે તેને પાણીમાંથી કાઢીને મિક્સર જારની મદદથી પીસી લો.
  • એક કઢાઈ લો અને તેમાં તેલ નાખીને તેને ગરમ કરી લો.
  • આ તેલમાં આદુ-લસણની પેસ્ટ નાખો અને સારી રીતે સાંતળી લો.
  • હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા અને લાલ મરચાની પેસ્ટ નાખીને 10 મિનિટ માટે ફ્રાય કરી લો.
  • આ પછી ગેસ બંધ કરી દો અને તેને ઠંડુ કરી લો.
  • જ્યારે આ પેસ્ટ ઠંડી થઈ જાય, ત્યારે તેને ફરીથી મિક્સરમાં પીસી લો, તેનાથી ટામેટા પણ ગ્રાઇન્ડ થઈ જશે અને સારો સ્વાદ આવશે.
  • હવે તમારી મસાલેદાર અને ટેસ્ટી શેઝવાન ચટણી બનીને તૈયાર છે.
- Advertisement -
- Advertisement -