- Advertisement -

 ઘરે બનાવો સ્વાદિષ્ટ જયપુર સ્ટાઈલ ડુંગળીની કચોરી, નોંધી લો આ રેસિપી

- Advertisement -

આપણે ત્યાં કોઈપણ નાનું કે મોટું ફંક્શન હોય, તેમાં કચોરીનો સ્વાદ સરળતાથી મળી જશે. મોટાભાગના લોકોના મોંમાં કચોરીનું નામ સાંભળતા જ પાણી આવવા લાગે છે. પછી તે બટાકાની કચોરી હોય, મગ દાળની કચોરી હોય કે પછી ડુંગળીની કચોરી. અનેક વેરાયટીમાં માર્કેટમાં ઉપલબ્ધ આ કચોરીઓને ખાવાની મજા જ કંઈક જુદી છે. આમાં પણ ઘણા લોકોને ડુંગળીની કચોરી ખૂબ જ પસંદ આવે છે.

- Advertisement -

જોકે, ઘણા લોકો તેને પસંદ કરતા હોવા છતાં હાઈજીનને લઈને સાવચેતીના કારણે તેનો આનંદ માણી શકતા નથી. તમે પણ જો તેમાંથી એક છો, તો અમે તમને ડુંગળીની કચોરી બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ. આ રેસિપીને ફોલો કરીને તમે સરળતાથી તમારા ઘરે જ ડુંગળી કચોરી બનાવીને તેનો આનંદ માણી શકો છો.

- Advertisement -

ડુંગળીની કચોરી બનાવવા માટેની સામગ્રી

- Advertisement -

1.5 કપ ચણાનો લોટ
મેંદાનો લોટ
2 મોટી ડુંગળી
2-3 લીલા મરચા
બારીક સમારેલું આદુ
કોથમીર
1/2 ચમચી અજવાઈન
1/2 ચમચી હીંગ
1/2 ચમચી મીઠું
1/2 ચમચી લાલ મરચું પાવડર
1/2 ચમચી ગરમ મસાલો
1/2 લસણની કળી
વરિયાળી

જયપુર સ્ટાઈલ ડુંગળીની કચોરી બનાવવાની રીત

સૌથી પહેલા એક મોટા બાઉલમાં મેંદાનો લોટ, ચણાનો લોટ, મીઠું અને અજવાઈન નાખો. આ પછી આ બધી સામગ્રીઓને સારી રીતે મિક્સ કરી લો.
હવે થોડી-થોડીવારે પાણી નાખીને ચણાના લોટને ગૂંથી લો. તેને તૈયાર કરીને થોડીવાર માટે અલગ રાખી દો. હવે સ્ટફિંગ તૈયાર કરો.
ડુંગળીની કચોરીનું સ્ટફિંગ તૈયાર કરવા માટે જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં જીરું, વરિયાળી અને એક ચપટી હીંગ નાળીને સાંતળી લો. આ પછી કઢાઈમાં કાપેલી ડુંગળી નાખીને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી ડુંગળી સોનેરી ન થઈ જાય.
આ પછી ડુંગળીમાં આદુની પેસ્ટ અને બારીક સમારેલા લીલા મરચા નાખીને થોડીવાર સુધી સાંતળો. બરાબર સંતળાય જાય પછી તેને ઠંડુ કરવા માટે રાખી દો. ઉપરથી કોથમીર નાખો.
જ્યારે સ્ટફિંગ ઠંડુ થઈ જાય ત્યારે લોટનું ગુંદલું બનાવીને તેને પહેલા થોડું વળી લો. આ પછી હવે તેમાં ડુંગળીનું સ્ટફિંગ ભરીને ચારેબાજુથી દબાવીને બંધ કરી દો.
છેલ્લે તેને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. તેને કોથમીરની ચટણીની સાથે સર્વ કરી શકો છો.

- Advertisement -
- Advertisement -