- Advertisement -

મિનિટોમાં બનીને તૈયાર થઈ જશે ટેસ્ટી અફઘાની પનીરનું શાક,ખાઈને બધા કરશે ભરપૂર વખાણ

- Advertisement -

પનીરનું શાક મોટાભાગના લોકોનું ફેવરિટ હોય છે. તમે પણ અત્યાર સુધી ઘણી રેસિપી ટ્રાય કરી હશે, પરંતુ જો તમે હજુ સુધી અફઘાની પનીરની રેસિપી ટ્રાય નથી કરી, તો તમે આ વખતે લંચ કે ડિનરમાં અફઘાની પનીર બનાવી શકો છો. ખાસ કરીને ત્યારે જ્યારે તમારે ત્યાં ડિનર માટે મહેમાનો આવી રહ્યા હોય. અફઘાની પનીર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જેને મહેમાનોની સામે સર્વ કરવાથી મહેમાનો માટે તે યાદગાર બની શકે છે.

- Advertisement -

તો ચાલો જાણીએ અફઘાની પનીર બનાવવાની રેસિપી વિશે.

- Advertisement -

સામગ્રી
2 ડુંગળી સમારેલી, 1 ઇંચ આદુ, 4-5 લસણની કળી, 10-12 કાજુ, 2-3 લીલા મરચાં, કોથમીર, 2 ચમચી ફુદીનાના પાન, ½ કપ દહીં, 500 ગ્રામ પનીર મોટા ટુકડામાં કાપેલા, 1 ચમચી બટર, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, ½ ચમચી કાળા મરી પાવડર, 1 તમાલ પત્ર, 1 તજ, 5-6 કાળા મરી, 2 લીલી એલચી, 1 ચમચી ધાણા પાવડર, ½ ટીસ્પૂન જીરું પાવડર, 1 ચમચી ફ્રેશ ક્રીમ, ½ ચમચી કસૂરી મેથી, સ્વાદ મુજબ મીઠું

- Advertisement -

અફઘાની પનીર બનાવવાની રીત
અફઘાની પનીરનું ટેસ્ટી શાક બનાવવા માટે એક કડાઈમાં તેલને ગરમ કરી લો. પછી તેમાં ડુંગળી નાખીને એક મિનિટ માટે હલાવો, આ પછી આદુ, લસણ અને કાજુ ઉમેરી દો. જ્યારે ડુંગળી થોડી નરમ થવા લાગે તો તેમને બહાર કાઢીને કોઈ એક બાઉલમાં ઠંડી થવા માટે રાખી દો.

પછી ડુંગળી સહિત દરેક વસ્તુને મિક્સર જારમાં નાંખો અને સાથે કોથમીર, દહીં, લીલા મરચાં, ફુદીનાના પાન અને મીઠું ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને કોઈ અક વાસણમાં કાઢીને રાખી લો.

ત્યારબાદ પનીરના ટુકડા પર થોડી આદુ-લસણની પેસ્ટ લગાવીને તેના પર કાળા મરીનો પાવડર છાંટી દો. હવે એક કડાઈમાં થોડું તેલ નાખો અને જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારે તેમાં પનીર નાખીને તળી લો. ધ્યાન રાખો કે આ દરમિયાન ગેસની ફ્લેમ ધીમી રાખો.

જ્યારે પનીર તળાઈ જાય ત્યારે કડાઈમાં થોડું બટર લો. પછી તેમા તમાલપત્ર, તજ, ઈલાયચી અને કાળા મરી નાખીને થોડી સેકેન્ડ સાંતળો.

- Advertisement -
- Advertisement -