- Advertisement -

ઘરે જ તૈયાર કરો આ નેચરલ બ્લીચ, ડેડ સ્કિન અને ડાર્કનેસ દૂર કરશે

- Advertisement -

સારા સ્વાસ્થ્ય સાથે સુંદર ચહેરો બધાને ગમે છે. લોકો સ્કિનનું ટેક્સચર સુધારવા માટે બ્લીચનો ઉપયોગ કરે છે. બ્લીચ ડેડ સ્કિન સાફ કરવાની સાથે સાથે ત્વચામાં નિખાર લાવે છે. બજારમાં તમને કેમિકલ બ્લીચ મળે છે જે કોઈપણ સ્કિનને માફક આવતું નથી. સ્કિન સંબંધિત મુશ્કેલીઓથી બચવા તમે ઘરે બનેલા નેચરલ બ્લીચનો ઉપયોગ કરી શકો છો. તમારે કયાય બહાર જવાની જરૂર નથી ઘરે રસોડામાં હાજર આ વસ્તુઓ જ કામમાં લાગશે.

- Advertisement -

કેવી રીતે કરશો બ્લીચ

- Advertisement -
  • તમારા રસોડામાં બેસન તો જરૂર હશે. બેસન એક બ્લીચિંગ પ્રોપર્ટીની જેમ યૂઝ થાય છે અને તેને એક નેચરલ એક્સફોલિએટર તરીકે જોવામાં આવે છે. તેના ઉપયોગથી ચહેરા પરની ડેડ સ્કિન સાફ થઈ જશે અને ચહેરા પર નિખાર આવશે. આ માટે બેસનમાં દહીં અને ગુલાબજળ ભેળવીને એક પેસ્ટ બનાવી નાખો. ચહેરાને ધોઈને એક પેક લગાવો અને 20 મિનિટ સુધી સુકાવા દો અને પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ નાખો તેનાથી ચહેરા પર નિખાર આવશે.
  • હળદર નેચરલ બ્લીચિંગ ગુણોથી ભરપૂર છે. લગ્ન પહેલા હળદર લગાડવામાં આવે છે. તેમાં થોડું કાચું દૂધ ઉમેરીને પેસ્ટ બનાવી લો. તેને થોડીવાર માટે ચહેરા પર લગાવીને સુકાવા દો અને પછી ચહેરો ધોઈ નાખો. તેનાથી ત્વચા પરની ડેડ સ્કિનની સાથે સાથે વાળ પણ સાફ થઈ જશે.
  • મધને નેચરલ મોઇશ્ચરાઇઝર તરીકે જોવામાં આવે છે. આ સાથે તેમાં બ્લીચિંગ ગુણ પણ છે. મધમાં થોડું ગુલાબજળ અને એલોવેરા જેલ મિક્સ કરીને પેક બનાવો. તેને ચહેરા પર લગાવો અને થોડો સમય મસાજ કર્યા પછી લગભગ 20 મિનિટ સુધી તેને સૂકવવા દો. આ પછી, સાદા પાણીથી ચહેરો સાફ કરો. આનાથી તમારો રંગ સુધરશે અને તમારો ચહેરો પણ ચમકશે.
  • બટાટા તેના બ્લીચિંગ ગુણોને કારણે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ચહેરાને ચમકદાર બનાવે છે અને ત્વચાને પોષણ પણ આપે છે. બટાકાના થોડા રસમાં વિટામિન E કેપ્સ્યુલ મિક્સ કરો અને તેમાં થોડું ગુલાબજળ ઉમેરીને પેક બનાવો. તેને ચહેરા પર લગાવીને થોડીવાર સુકાવા દો અને પછી ચહેરો ધોઈ લો.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

- Advertisement -
- Advertisement -