- Advertisement -

ઉનાળામાં વજન ઘટાડવા માટે અપનાવો આ રીત, જાણો સરળ ટિપ્સ

- Advertisement -

લોકો વધેલા વજનને ઘટાડવા માટે વિવિધ પ્રકારના પ્રયાસો કરે છે. એક્સરસાઈઝથી લઈને ડાયટમાં પણ ફેરફાર કરે છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે. ઉનાળામાં વજન ઓછું કરવું થોડું મુશ્કેલ હોય છે. કારણ કે, ભારે ગરમી, હીટવેવ વ્યક્તિને એક્સરસાઈઝ કરતા રોકે છે. જો કે, કેટલાક સરળ ઉપાયોની મદદથી ઉનાળામાં પણ વજન ઘટાડી શકાય છે.

- Advertisement -

જાણો સરળ ટિપ્સ.

- Advertisement -

હાઇડ્રેટ રહો
ઉનાળામાં ભારે ગરમીના કારણે શરીરમાંથી વધુ પ્રમાણમાં પરસેવો નીકળે છે, જેના કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. વજન ઘટાડવા માટે હાઇડ્રેટેડ રહેવું સૌથી જરૂરી છે. ઉનાળામાં પાણી ભરેલા ફળો અને શાકભાજી જેવા કે તરબૂચ, શક્કરટેટી અને કાકડીનું સારા પ્રમાણમાં સેવન કરો.

- Advertisement -

આદતો બદલો
કેટલીક આદતો વજન ઘટાડવાની પ્રક્રિયાને અસર કરી શકે છે. જેમ કે, સ્ટ્રેસ અને ઊંઘનો અભાવ વજન ઘટાડવાનું મુશ્કેલ બનાવી શકે છે. રાત્રે સારી ઊંઘ લો.

ઉનાળામાં એક્ટિવ રહેવાનો કરો પ્રયાસ
ઉનાળામાં વજન ઘટાડવાની સાથે એક્ટિવ રહેવા માટે સાયકલિંગ, સ્વિમિંગ, યોગા પ્રેક્ટિસ અથવા ડાન્સ જેવી એક્ટિવિટી કરો. જો રોજ એક્સરસાઈઝ કરો છો તેના પર કાયમ રહો.

યોગ્ય નાસ્તાની વસ્તુ પસંદ કરો
ગળ્યું અથવા નમકીન પેકેજ્ડ ફૂડ ખાવાનું ટાળો. નાસ્તામાં બદામ, અખરોટ, ડ્રાય ફ્રૂટ્સ સામેલ કરો. પ્રોટીનયુક્ત નાસ્તો કરો.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

- Advertisement -
- Advertisement -